________________
તેથી નોકરનું કહ્યું તે માનતું નથી. “ના, એ કામ આપણું નહિ. મેં તને જે કહ્યું હતું કૌતુકરૂપે, કે આ વસ્તુ આવી હેવી જોઈએ, તે કહેવા પુરતું જ. બાકી એની બહુ પરવા કરવાની નથી, તેથી જ તપાસ કરવાની જરૂર નથી. એવા લેભ શા માટે રાખવા?” આનું નામ ધર્મની છાયા. શ્રાવકપણને ધર્મ લીધે છે ને? તેથી જ જે કે અહીં સંભવ લાગે છે કે અહિંયા પૈસા છે, છતાં એને મન જેવાનું કામ નથી !! ધર્મની કેટલી બધી સુંદર અસર !! પૈસા માટે તે માણસ કેટલી મજૂરી કરે છે? જ્યારે આ મફત મળે છે, છતાં એ લેવાની વાત નહિ ! કેમકે ધર્મની છાયા !
ધર્મની છાયા આ શિખવે છે કે “તું જે આરંભને પરિગ્રહ કરે છે, તેનાથી તારૂં જીવન નભે છે ને? બસ, તે પછી વધુ પરિગ્રહ કે આરંભ કરવાથી શું વિશેષ? પાંચ મેટર છે પણ ફરવાનું તે એક જ મોટરમાં ને ? સાતે મજલાને બંગલે છે, પણ સુવાનું તે એક મજલે જ ને? પરિગ્રહ વધ્યાથી ભેગ વળે? ત્યારે વધારે આરંભથી જીવનમાં શું વધે છે? એક બે અનાજ રાખતા હતા, તેના બદલે એક કેઠી રાખી, પણ આ પેટની કેડી ક્યાં મોટી થવાની છે? એ તે જે સમાવતી હશે તેટલું જ સમાવશે. પણ માણસ પિતાની માનેલી કલ્પનામાં એ તણાય છે કે એને પછી પાપની કોઈ લિમિટ (મર્યાદા) જ નહિ. કેમકે ધર્મની સ્પર્શના નથી! પરંતુ આ સમુદ્રદત્તને ધર્મની સ્પશના છે, એટલે વિચારે કે, “આપણી પાસે જે છે, તે ઘણું છે. મારે આ નવી લપનું શું કામ છે?”