________________
કરવા માટે,' પુણ્યની પાયરીએથી નીચે નીચે ઉતારવા માટે ગુણોનું દેવાળું કઢાવવા માટે. આગળ જણાશે નાળીયેરીને જવ વાસનાની સાંકળે કે ઉંચા મનુષ્યભવથી નીચે ઠેઠ આવા વનસ્પતિના ભવ સુધી ખેંચાઈ આવ્યું છે. જડ વસ્તુની વાસના ભુંડી છે. આવા ઉચ્ચ ભવ અને ઉથ ધર્યકાળમાં વાસનાના બને તેટલા ભૂક્કા ઉડાડવા જેવા છે. - વિજયસિંહ કહે છે, “અરે ! આ શું વાત? મેં આ ધન દાટ્યું? મને યાદ પણું નથી આવતું કે મેં આ જીવનમાં ધન દાટયું હોય તે જરૂર કોઈ આગળના ભવની વાત હશે. માટે લાવ, ભગવાનને પૂછી લઉં !' એમ વિચારીને મેં ભગવાનને પૂછયું. તેને ઉત્તર આપતાં પરમાત્મા કહે છે- ' '
-
પ્રકરણ-૭ વિજયસિંહ આચાર્યના પૂર્વ ભારત
-
અને ૨૪ *
નિધાન-મમત્વના દારૂણ વિપાકે - બાલચન્દ્ર-ગુણચન્દ્ર - * -
આ જે વિજય છે, તેમાં અમરપુર નગરમાં અમર દેવ અને સુંદર પત્નીના તમે બંને પુત્ર હતા. તેમાં તારૂં નામ બાલચન્દ્ર હતું. અને એ જીવનું નામ હતું ગુણચન્દ્ર. તમે બંને ગૃહસથના પુત્ર હતા. જ્યારે યુવાન થયા ત્યારે