________________
૬
સમજે તે ભાવી ભયાનકતામાંથી બચી શકે. તમારે બચવું છે કે નહિ ? કે પછી આની આ લત ભવિષ્યમાં ચાલુ રહે તે વાધ નથી?
સંયમ-જીવનમાં એને અંત એ માટે આવી શકે કે સંયમજીવન એ પવિત્ર અને ગ્રેવીસ કલાકનું ધર્મમય જીવન છે. તે પણ પ્રવૃત્તિરૂપ જીવન સમકિતીનું ધર્મમય જીવન એ હાદિક વલણરૂપ, શ્રાવકનું ધર્મજીવન એ તદુપરાત થોડી ધર્મપ્રવૃત્તિરૂપ. પણ સાધુનું જીવન સંપૂર્ણ ધર્મવલણ સાથે ધર્મપ્રવૃત્તિ જીવન ! સમકિતી જીવ દુકાને વેપાર કરવા જાય તે આચરણે પાપની છે, પણ વલણ ધર્મનું હોય છે. “કયારે આ પાપથી છૂટું? અહિંયા કેમ ઓછામાં ઓછી પાપકરણીથી પતાવું? કેમ વધુ ને બચાવું ? ધર્મના વલણને લીધે, દુકાને ગયે તે પણ, વિચારણ આ છે ! “આજીવિકા મળી જાય એટલે બસ, ઝટ આત્મહિતની સાધનામાં લાગી જાઉં ? આ સમકિતી માટે, પણ સાધુ માટે? ચોવીસે કલાક ધર્મમય જીવન ! શાનું ભરચક અધ્યયન છે, કે જે કષાય અને દુર્ગાનનું ઝેર નાબુદ કરવા અમૃતનું કામ કરે છે ! આહારાદિ સં. જ્ઞાના મેલ કાપવા પાણીના ધોધનું કામ કરે છે. આવા અમૃત અને જલ વર્ષો જ્યાં હોય છે, વળી જ્યાં બાહ્યઅભ્યન્તર તપ છે, મૈત્રી-આદિ ભાવનાઓમાં જ્યાં લયલીનતા છે, અનિત્ય, અશરણુ આદિ ભાવનાઓમાં જ્યાં સર્વાગીણ સ્નાન છે, એવી સંયમની અવરથામાં પિલી લતેને