________________
૯૩
એની સામે–પાશ્વનાથ ભગવાનને જીવ, પૂર્વ ભવમાં રાજા હતા. ચારિત્ર લીધું, તપ કર્યો; કાયા સુકાઈ ગઈ. એક વખત જંગલમાંથી વિહાર કરીને ચાલ્યા જાય છે, ત્યાં સામેથી સિંહની ગર્જના આવી. મુનિની નજર ગઈ, મુનિ સાવધાન થઈ ગયા, હવે? તપશ્ચર્યાથી ઉત્પન્ન થયેલી લબ્ધિથી અટકાવે? સામને કરે? ના, એવું કંઈ જ ન કરતાં જોઈ લીધું કે “આ સિંહની હવે ત્રાપ આવવાની તૈયારી છે. દરમિયાનમાં જે હું ગફલતમાં રહ્યો, તે મારા શરીરથી વિરાધના અને મારું કુમૃત્યુ થઈ જાય! માટે તૈયારી કરી લેવા દે.”
હરણથી જમીન પુંજી લીધી. કેમકે સિંહ આવે ને કાયા એમ જ નીચે પડી જાય તે ત્યાં કોઈ બિચારો નિર્દોષ જીવ મરી ન જાય. કેવી ઉત્તમ દશા છે! પિતે સિંહના જડબામાં થવાઈ જાય તેનું શું ? તેનું કંઈ નહિ! પિતાના જીવને કઈ કષ્ટને દહાડે જેવાને આવે છે તે દિવાળીનું ટાણું ! પરંતુ બીજે જીવ સહેજ પણ દુભાય તે પિતાના માટે પણ હાળી ! બહાદુરી ક્યાં ? પિતાની કાયાને બચાવવામાં કે આત્માને? - મુનિ જમીન પુંજીને નીચે બેસી ગયા. મહાવતેનું પુનઃ ઉચ્ચારણ કરી લીધું. જ્યારથી મહાવ્રત લીધા ત્યારથી અખંડ પાલનને પુરુષાર્થ છે. પરંતુ છવસ્થતા અને પ્રમાદને લીધે સૂક્ષ્મ પણ ભંગ થર્યો હોય તે માટે ફરીથી પ્રતિજ્ઞા કરી લીધી. સર્વ જીવોને ખમાવી દીધા. અરિહંતાદિનાં શરણ સ્વીકારી લીધાં. હવે સિંહ કરી કરીને શું