________________
શિને કહી દીધું, સાચે જિન-સર્વજ્ઞ નથી સર્વસ સાચા તે મહાવીર છે. હું તેમને શિષ્ય શાળ છું. મેં એ પરમાત્માને દ્રોહ કર્યો છે. તે હવે મારૂં મડદુ દોરડે બાંધી કૂતરાના મડદાની જેમ રાજગૃહીમાં ઢસડજો! અને કહેજો કે જે ગુરુની અશાતના કરે, ઉપકારી ગુરુને જે દ્રોહી બને, તેના આ ભવમાં ય આવા હાલ થાય તે ભવાંતરે તે શું ય નહિ થાય?” અંદરમાં કે અને કેટલે જોરદાર પશ્ચાત્તાપ જ હશે કે ૧૧ લાખ માનવને ગુરુ ૧૧ લાખ ભક્તોને દેવ, એ પિતાના મેઢે પિતાના મોટા શિને આ પ્રમાણે કહે છે!! આ પશ્ચાત્તાપ એ નથી,
કે ભાઈ, જાણીયે છીએ કે ઘણું પાપ થયું, પણ શું થાય? રાખી મૂકે અંદરમાં...” ગોશાળે આમ નથી કરતો, ગળગળે થઈ બહાર કહી બતાવે છે! સ્વમતને સ્થાપક હેવા છતાં પોતાના મહાન અનુયાયીને એ પ્રમાણે કહે છે! દિલના ઉંડાણને અને જોરદાર પશ્ચાત્તાપ છે. જે આવી છેવટની અવસ્થામાં પણ આયુષ્ય બંધાય તે ઉચ્ચ ભવનું આયુષ્ય! ત્યારે બીજી બાજુ જીવનભર ધર્મ કર્યો હોય પણ આયુષ્ય બંધાતાં પરિણામ ખરાબ તે એકવાર તે ખલાસ! માટે જ માણસે હરેક પળે સાવધાન બની મન ન બગાડવા દેવું. લાખ ઉપદેશને સાર આ, કે જીવનમાં પ્રવૃત્તિ ગમે તે ચાલુ હોય પણ કદાપિ મનને બગાડવા દેવું નહિ. કાયા પાપમાં જતી હોય તો પણ મનને અંદરથી ધર્મની વૈરાગ્યની ભાવના માં રાખવું.