________________
છૂટી જાય છે, તેથી ભવાંતરમાં તે આગળ નથી ચાલતી, તેથી ભાવી ભવ ઉજજવળ બની અનંત ઉજજવળ મેક્ષપદે જલ્દી પહોંચાય છે.
સંસારમાં જેને અનેક પ્રકારની લતે લાગેલી હોય છે. કેઈને મજશેખની, કેઈને ખાનપાનની, તે કઈને કપડાં અપટુડેટ રાખવાની ! કેઈને વળી એમ છે કે “પૈસા જ ભેગા કરે!” કઈ વળી કહે છે–પૈસા-ટકા તે ઠીક, પણ જે આવે તેને દબડાવે રાખે.' ત્યારે કોઈને એવી લત જ લાગેલી-આપણે એટલે બડેખા” કેટલાકને લત એવી કે કેઈકની બનાવટ જ કરે ! દરેક વાતમાં માયા અને પોલીસી! લત! કેટલી લતે ગણવી? પાર નથી. કેઈકને બજારમાં ડાફડીયા મારવાની જ લત! કેટલાક કાનથી આનું ને તેનું છૂપું સાંભળ્યા જ કરે ! બારણ આગળ કે ભીંત એકે કાન જ ધરવાની લત ! પાછું એ સાંભળીને પિતાને જીવ બાળ્યા કરવાની લત ! તે કેઈકને ચાળા કરવાની લત ! કેટલાકને વળી બીજા પર આરોપ ચઢાવવાની લત! તમારા સંસારમાં આવું આવું દેખ છે ને ? ગણત્રી કરતાં લતોને પાર પમાય એમ નથી. તેવી લતેને પણ અંત પમાડનાર છે એક માત્ર ધર્મજીવન-ચારિત્રજીવન ! એથી જ બચાય, બાકી તે સંસારી જીવનની એકેક લત ભવાંતરમાં ભયંકર ભ આપે, તે અનેક લત શું ય ન કરે? લતે જીવતી ડાકણ જેવી છે. ભયંકર પિશાચ જેવી છે. વળગીને જીવન સત્વ અને પુણ્ય બે ય નીચવી નાખે છે. આ જે