________________
૩૦
શુદ્ધ જ્ઞાનાદિમય પિતાના વીતરાગ સ્વરૂપમાં રમવાનું છે. પરંતુ એ પિતાનું ઘર ભૂલીને બાહ્ય રૂપ-રસાદિ વિષમાં રમત એટલે કે રાગદ્વેષાદિ કરતે ફરે છે ! એ કોના ગે? કહે, ઈન્દ્રિયોના ગે. એટલે હવે ડાહ્યો બનેલે આત્મા જાણે ઈન્દ્રિયને કહે છે, “તમે શેઠ થઈને મને વિના ઈષ્ટ–અનિષ્ટ વિભાગ કરાવી રાગદ્વેષમાં રગડો છે ને? હવે મારે એવા ભૂલા નથી પડવું. તેથી જ રાત દિ તમારા આ ગમતું “આ અણગમતું.” “હવે પાછું આ ગમતું'એવા એવા ખેલને મારે ભજવે નથી. મારી પાસે તત્વની ભરપૂર વિચારણું છે, ક્ષમા, નિર્મળતાદિ સદ્ગુણરૂપી નિજ ઘરના આંગણામાં રમવાનું છે.” આચાર્ય મહારાજ નિજ ઘર ન ભૂલી જવા માટે ઈન્દ્રિયેના ઉધે રસ્તે ચઢાવ્યા ચઢતા નહોતા.
અથવા કહો કે ઈન્દ્રિયે નિર્ભેળ શુદ્ધ સ્વરૂપદર્શન કરવાને બદલે “આ નરસી વસ્તુ આ વધારે નરસી, આ બહુ ખરાબ; આ સરસ, આ બહુ સરસ વસ્તુ, એવાં તેફાન કરે છે, અને એથી આત્માના પુણ્ય ધનને બરબાદ કરાવી પાપનાં દેવાં આત્માના માથે ચઢાવે છે. એ દેવાં પછી અહીં અને પરભવે ચૂકવવા ભારી પડે છે. માટે આચાર્ય મહારાજે એ ઈન્દ્રિયેના તફાન ઉપર અંકુશ મૂકી દીધું હતું. તેથી એમની ઇન્દ્રિયે હવે શાંત બની જઈ રાગદ્વેષ કરાવતી નહોતીવિષયાસક્તિ કરાવતી નહતી.
જીવબંધુ શાથી? વળી આચાર્ય મહારાજ પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને