________________
૪૭
સ્નેહીજનેને મેળો તે સ્વપ્ન જેવું છે. એવા સ્વપ્નના સમાગમ જેવા ચંચળ સ્નેડીમાં મમત્વ શું ગણવું” તું? રાગ શું ધરે તે ? શું ખુશી થવું તું? જેમ વધુ ખુશી થાય તેમ વધુ રેવાનું થાય છે. મૃત્યુની નેટીસ આવે કે “અરેરે....!? ક્યાં નિયમ છે કે મેટા જ પહેલા જાય ને નાના પછી? સગર ચક્રવતી ઉભું રહી ગયે અને ૬૦ હજાર કનૈયા કુંવરો એકી કલમે ઉપડી ગયા ! માણસ હિસાબ કાઢે કે “હજી તે મને ૪૫ જ થયા છે, અને છોકરાને વસ જ થયા છે તે પણ છેકરાનું ત્યાંજ આયુષ્ય ખૂટયે આ હિસાબ શું કમ ઉભું રહેવા દે છે? ના, કશુંજ નહિ. માટે એટલું માપ કુટુંબ પરિવારને કસ કેટલે?
સ્વજને વચ્ચે પણ નિરાધારતા :
આચાર્ય મહારાજ કહે છે “ધ્યાન રાખ, શું સ્વજનસ્વજન કરે છે? બધા વહાલામાં વહાલા સ્વજનેમાં રહેલ જીવ, પણ જ્યારે રેગથી આક્રાન્ત થાય છે, ત્યારે
એકલે પીડાય છે. ઘણું સ્વજને વચ્ચે હોય તે પણ ! પચાસ માણસનું કુટુંબ હેય, પણ એક માંદ પડે કે બીજા ઓગણપચાસ માણસે કરી કરીને શું કરે? પથારી ઝાલીને બેસી રહે તેટલું જ ! પણ પથારીમાં રોગી થઈને સુએ કેણ? એ તે એક જ પેલે ! પછી અંદરમાં દાહજવરની પીડા કે વેઠે? એ એકલે જ ! અમે તે આંખમાંથી દડદડ પાડીયે તેટલું જ ! અમે કંઈ અંદરને દાહ જોગવીએ નહિ !' આવા સ્વજને વચ્ચે રહેલા જીવનું