________________
૩૯
પાપકર્ય છૂપાં રાખે, ગુરૂને એ કહી પ્રાયશ્ચિત્ત લે નહિ, દિલની શરમ અકકડતા, “આટલા પાપમાં શું ” એ પાપ પ્રત્યે નિભી કતા અને બિનજુ એવું એવું ચાલુ રાખે. તેમ (૨) વિનયને તપ નહિ એટલે ઉદ્ધતાઈ, વડિલને અનાદર કર્યો જવાને. ત્યારે (૩) વૈયાવચ્ચને તપ નહિ તેથી સ્વાર્થ સાધુતા, ક્ષુદ્ર હૃદય, નિષ્ફર હૃદય, ગુણાનુરાગને બદલે ઉપેક્ષા, આવું આવું સેવ્ય જવાન. (૪) એવી રીતે પવિત્ર સ્વાધ્યાયનો તપ નહિ તે જીવ પાપપ્રવૃત્તિમાં, ને સંસારની જલે જથામાં રપ રહેવાને, નિંદાવિકથાદિ પ્રમાદમાં પડવાને. દુધ્ધનનું ઘર, ઉંઘને ઈજારદાર અને કષાયને મિત્ર થવાને. ત્યારે, (૫) શુભધાન તપના અભાવે મનમાં કુવિકલ્પને પાર નહિ! જડ પદાર્થોની, ચિંતાનું માપ નહિં! મામુલી મામુલી વાતમાં પણ મહા આરંભ, હિંસા, જૂઠ, અનીતિ વગેરેની વિચારસરણું ચાલુ! તેમ, (૬) કાઉસગ્નને જે તપ નહિ હોય, તે તેથી કદાચ સારૂં ધ્યાન ચિંતવે તેય કાયાની ચપળતા દષ્ટિની ચપળતા અને કદાચ મનની પણ ચપળતા ચાલુ રહેવાની કાર્યોત્સર્ગમાં પ્રતિજ્ઞા સાથે વાત છે. કાયાને જિનમુદ્રામાં જ રાખવાની, વચનનું મૌન જ ધરવાનું અને મનમાં માત્ર નિર્ધારીત શુભ ધ્યાન જ કરવાની પ્રતિજ્ઞાનું નામ કાર્યોત્સર્ગ છે. એ તપ જીવનમાં નહિ હોય તે મન-વચન-કાય ક્યાંથી સ્થિર રહે? ને
એની અસ્થિરતામાં આત્મા નિઃસર્વ. દરિદ્ર અને દુખી હિય એમાં નવાઈ નથી. છ બાહ્ય અને છ આભ્યન્તર તપના