________________
અનવસ્થિત (ચંચળ) પ્રેમમાં ઘેલા સંસારને વિષે આવી રીતે ધર્મમાં રક્ત છે!” ધન્ય એટલે શું ? “ ધન્ય ” એટલે એ, કે પ્રેમ સંસારની વસ્તુ પર ચંચળ હોવા છતાં સારૂં જગત એમાં એવું મહી રહ્યું છે કે કઈ આંખ ઉંચી કરીને જોતું પણ નથી! એવા પ્રેમને વિસારી સાધુધર્મ લીધે તેની શાબાશી ! ત્યારે પ્રશ્ન થાય છે ને કે,
પ્રવ-સંસારે પ્રેમ ચંચળ ? ઉતે કહો, શું લગ્ન કરીને દિલમાં જે પ્રેમ હતો તે આજ સુધી એ ને એ જ છે? કે પછી પરણ્યા પછી સે વાર પસ્તાઈ ચૂક્યા છે? તેમ નેકરી, વેપાર, મિત્રાદિસંબંધ સારા માનીને લીધા પછી ત્યાં પ્રેમ ઘટયા છે ને? છતાં હવે એ છોડવાની વાત આવે તે કબૂલ રાખે? ના! એ બોલશે મા, મહારાજ!' એમ ઝટ કહેવાના. દુનિયામાં એક પણ ચીજ એવી નથી કે જેના પર સ્નેહ બાંધ્યા પછી કઈ વાર અરુચિ કરવાને પ્રસંગ ન આવ્યું હેય ! ભલેને કિંમતી હીરાની વીંટી હોય, પણ તેના પર અખંડ રાગ રહે ખરે? એના પર પણ કલેશ થાય કે નહિ? આપણને મન નહોતું અને કેઈએ પહેરવા માગી વીંટી, તે શું થાય દિલમાં? ક્યાં આ વેઠ વસાવી, એમ જ ને? હીરે પચીસ હજારમાં ખરીદ્યો હતો અને હવે બજાર એના બાર હજાર બેલે છે, તે એ હીરા પ્રત્યે શું થાય હૃદયમાં?
આ પથરે મેં ક્યાં ખરીદ્યો એવું જ ને ? બસ, આ રીતે રાગ ચંચળ, છતાં જગત રાગ કરવામાં માથાબુડ