________________
૩૧
ત્રસકાય-બેઈન્દ્રિ, તેઈન્દ્રિ, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોના બંધું બન્યા છે. એથી એની ઝીણામાં ઝીણું પણ હિંસા નહોતા કરતા એ લેશ પણ એને ઈજા નહેાતા પહોંચાડતા. કારણ કે (૧) જગતના જીવ માત્રને મુખ્ય ધર્મ છે સુખની ચાહના; અને હિંસામાં એનાથી પ્રતિકૂળ વર્તવાનું થાય છે. તે આપણને પ્રતિકૂળ કોઈ વતે તે એ આપણે અન્યાય ગણીએ છીએ, અકર્તવ્ય માનીએ છીએ ત્યારે આપણે બીજાના તરફ પ્રતિકૂળ વર્તાવ ન્યાયી અને કર્તવ્ય કેમ કહેવાય? વળી (૨) હિંસામાં પિતાના આત્માની પણ વિચારસરણી અને વલણ બગડે છે, અનાદિના કુસંસ્કાર વધે છે, માટે પણ હિંસા ત્યાજ્ય છે; ને અહિંસા જ આદરણીય છે, નથી લાગતું કે સ્વાર્થવશ હિંસા કરવાને પ્રસંગ આવે ત્યાં હૈયું કઠોર બને છે? એ કઠોરતા, એ સ્વાથમાં ઘસડાવાનું વગેરે જન્મ-જન્મથી ચાલી તે આવે જ છે. અહીં પણ પૂર્વવત્ જીવન યથેચ્છ આરંભસમારંભમય ચાલુ રહે, એમાં કઈ સંકોચ–એાછાશ ન થાય તે કુસંસ્કાર ઘટવાના કયારે ? હવે તે જીવ માત્રની પ્રત્યે બંધુભાવ કેળવવાને છે. જીવ માત્રના આપણે બંધુ બનવામાં કે જીવ માત્રને આપણું બંધુ ગણવામાં મહાન ઉદારતા કેળવાય છે, હૈયું બહુ જ કોમળ બને છે; તેથી હિંસા વૃત્તિના આરંભ-સમારંભની વૃત્તિના ગાઢ બંધ હૈયા પરથી છૂટી જાય છે. આમ તે જીવને આ દુનિયામાં કાંઈને કાંઈ નો જૂનો આરંભ કરવામાં કોઈ સંકોચ નથી. નહિવત્ જરૂરીયાતમાં કે વગર જરૂરીયાતે પણ માત્ર મનની