________________
દય કે પુરુષાર્થની ઉપર જ ને? તે શું પુણ્યદય કે શું પુરુષાર્થ, બંનેય સ્થિતિમાં અભિમાન કરવું યોગ્ય છે? ના, ધન બહુ મળ્યું, મનને થયું “હું મટે ધનવાન.' પણ વિચારવું જોઈએ કે “અરે ! તું શાને ધનવાન? તારું પુણ્ય ધનવાન? કેમકે ધનને પુણ્ય કમાયું છે, તું તે માત્ર પુણ્યને સર્વન્ટ-કર.” તે પુણ્યની શાબાશી ઉપર નિપજતી વસ્તુ પર આપણે શાને મદ કરીએ? ત્યારે પુરુષાર્થથી જન્મતી વસ્તુ ઉપર પણ મદ કેમ જ કરાય ? કેમકે ત્યાં તે જે પ્રાપ્ત કર્યું તેના કરતાં અનંતગણું હજી મેળવવાનું બાકી છે. દા. ત. વિદ્યા; તે એથી અનંત ગુણ વિદ્યા, જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે પછી પ્રાપ્ત નજીવા ઉપર મદ શ? જેમકે, એક હજાર માઈલની મુસાફરી કરવાની હોય, અને એમાં હજી એક જ માઈલ ચાલવાને ઉદ્યમ કરી કોઈ માણસ બડાઈ હાંકે કે “મેં કે સરસ પ્રવાસ કર્યો !” તે તે ગમાર જ દેખાય કે બીજું કાંઈ? માટે જ, ન તે પુણ્ય પ્રાપ્ત કે ન ઉઘમસાધ્ય વસ્તુ પર મદ કરે વ્યાજબી.
નવ બ્રહ્મચર્ય ગુતિ શા માટે ? આચાર્ય ભગવંત બ્રહ્મચર્યની નવ ગુપ્તિમાં પ્રવીણ હતા, ભાઈ! કેમ વારૂ? સમજતા હતા કે જગતમાં બીજા બધા ગુણ કરતાં બ્રહ્મચર્યને ગુણ એ કિંમતી અને નાજુક છે કે આજુબાજુમાં ફરતા મેહના સુભટો ઝટ એના પર આક્રમણ કરવા તૈયાર! અને પેલાને ઘવાતાં વાર નહિ. દા. ત.