________________
રસ્તામાં સ્ત્રીઓ અનેક ભેટે. ત્યાં એનું ગાત્રદર્શન બહુ સુલભ. એજ મહ સુભટનું આક્રમણ. એ ઝીલ્યું કે બ્રહ્મચર્યને ટક્કર લાગી સમજે. બ્રહમચર્યની મૂળ ભાવનામાં શું છે? “ચામડાના રૂપરંગમાં કાંઈ જ સારાપણું, આકર્ષાવાપણું કે એના પર લેશમાત્ર પણ રુચિ થવા જેવું કાંઈજ નથી. જે આકર્ષવાનું છે. રુચિ કરવાની છે, તે આત્માના નિર્વિકાર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તરફ છે. તેલીયા વાસણને પાણીના ટીપા સાથે જાણે કેઈ નિસ્બત, કોઈ ભીનાશ નહિ, એમ બ્રહ્મચારીને ભલે નિકટમાં સ્ત્રીરૂપ, સ્ત્રીકથા. વગેરે કદાચ આવી ગયા છતાં પિતાને કોઈ નિસ્બત નહિ, કોઈ નિધતા નહિ. એટલે એમાં ઈન્દ્રિય અને મન જોડવાના જ નહિ. આમ તે એ સંગોની પ્રબળતા જાણીને એનાથી દૂર જ રહેવાની જ વાત. પણ નથીને કદાચ સામે આવે તે હૃદયની એનાથી તદ્દન અલિપ્તતા.
ક્ષમાદિ યતિધર્મમાં સ્થિરતા શાથી? : વિજયસિંહ આચાર્ય ભગવાન ક્ષમા મૃદુતા....સંયમ, તપ....એ બધા દશ પ્રકારના યતિધર્મમાં સદા સ્થિર મનવાળા હતા. શાથી? જગતમાં આનાથી વધીને ચઢીયાતું સારું જીવન બીજું કયું છે ? કયાં આ ક્ષમાદિનું શ્રેષ્ઠ જીવન ! નિભક જીવન ! સ્થિર જીવન ! અને કયાં જગતની તુચ્છ-કનિષ્ટ વાતનું જીવન ! ક્રોધ કરનારો ક્રોધને કાયમ ટકાવી શકો નથી એમ માન, માયા, લેભને પણ ફેરવવા પડે છે. ત્યારે ક્ષમા, મૃદુતા, સરળતા અને નિઃસ્પૃહતા, એ તે સદા