________________
ટકાવી શકાય છે. એમ જ્યારે અસંયમ, અ-તપમાં ભારેભાર ચંચળતા છે ભય છે, વિહ્વળતા છે; પરાધીનતા છે. કેઈ પંચાતી છે, ત્યારે તપ અને સંયમમાં એમાંનું કશું નહિ. તેમ એ પણ છે કે આત્માના મૂળ સ્વભાવમાં ક્રોધાદિને જરા ય સ્થાન જ નથી. તેથી પણ એને ત્યાગ કરી ક્ષમા, સંયમ વગેરેથી આચાર્ય મહારાજે આત્માની ઉજળામણ કરી છે.
અગીયાર અંગના જ્ઞાતા કેમ? :-આચાર્ય પ્રભુ અગીયાર અંગને સારી રીતે ભણેલા હતા. શા માટે? એ અનાદિની વાસનાઓના ઝેર નિવારવા મંત્ર સમાન છે. એને સૂત્રથી અને અર્થથી પાઠ કરવામાં, પર્યાલચન કરવામાં, મનની અંદર વાસનાને વિકસવાને અવસર જ નથી મળતું. બીજું એ પણ છે કે જગતમાં અનેક પાપશાની વચમાં આ અગીયાર અંગ મહાપવિત્ર શાસ્ત્ર છે. એની જ્યારે અહીં સુલભતા થઈ, તે પછી એને નિર્મળ પ્રકાશ આત્મામાં કાં જાગતે ન કરી દેવે? ફરી ફરી આ પ્રકાશ ક્યાં મળે? એ જે અહીં મળે છે, તે અંધકાર શા માટે રાખી મૂકવે ? અજ્ઞાતની જેમ પાપશા.
નાં જ્ઞાન પણ મેહમિથ્યાત્વના કારમાં અંધકાર ફેલાવે છે, ત્યારે “અંગ” નામના આગમ ભણવાનું એ પણ કારણ છે કે જે એ ભણ્યા હોય તે પછી દિવસરાત એના સ્વાધ્યાયના મહાપવિત્ર કાર્યમાં પસાર કરી શકાય, અને મનને એમાં ને એમાં છ ખેટા વિકપ દુધ્ધનન વિગેરેમાંથી બચાવી લેવાય.