________________
૨૫
હતા. કારણ કે જીવને ભાવી દુઃખે ઉપરાંત પ્રત્યક્ષમાં પણ અશાંતિ, વ્યાકુળતા વગેરે હોય તે તે અસંયમથી છે. પછી ડું સંયમ સ્વીકારી બાકી અસંયમ ઉભું રાખે, તે તેટલા અસંયમ પુરતી પણ અશાંતિ રહે છે. આને ખૂબ ખૂબ ઉંડો વિચાર કરજો તે બરાબર સમજાશે કે અસંયમથી દુઃખા ત્યારે દુનિયામાં જુઓ કે માણસને સુખ શાન્તિ મળતી હોય તે શારીરિક કષ્ટ કે બીજી સગવડે જતી કરવી પડે એની પરવા નથી રહેતી. માટે જ આચાર્ય મહારાજે શાન્તિ અથે સંયમ લીધું છે. તે પછી પૂછો કે,
પ્ર– ત્યારે બધા લેકે સુખશાન્તિ તે ચાહે છે તે સંયમ કેમ સ્વીકારી લેતા નથી?
ઉ – એનું કારણ લોકોનું અજ્ઞાન અને મૂઢતા છે. અજ્ઞાન હોવાથી એ બિચારા સંયમથી મહાસુખ–શાન્તિ થવાનું સમજતા નથી. મૂઢ હોવાથી અસંયમના ઘરની વાસ્તવિક અશાન્તિને સુખશાન્તિ કલ્પી લે છે. અસ્તુ.
:- વિરાગના ઉપવનમાં - ઈન્દ્રિયોને વિજય એટલે અનાદિ કાળથી ઈન્દ્રિય બહારના મનગમતા વિષમાં જઈને જે ક્ષણભર શાંત પડવાના, ઠરવાના, ને આનંદ માનવાના સ્વભાવવાળી બનેલી છે તેને બદલે તે ઈન્દ્રિયને અંતરઆત્મામાં ચિરકાલ કરવાના સ્વભાવવાળી બનાવવી. તે ઈન્દ્રિયે વાસ્તવિક