________________
કયારે કેળવાય? આચાર્ય મહારાજના, સંતના સમાગમ પામીને આત્માના પરાવર્તન કર્યોથી, પછી તે ચાહ્ય પૂર્વ ભવે કે આ ભવે સમરાદિત્યના જીવે પ્રથમ ગુણસેનના ભવમાં જ વિજયસેન નામના આચાર્ય ભગવંતના ઉપદેશ અને સમાગમથી એવું ગજબ સુંદર આત્મપરાવર્તન કર્યું છે, કે ત્યાંજ અંતે અગ્નિ ધીખતી ધૂળની વચમાં બળ વાનું આવ્યું છતાં મેટા મહાત્મામુનિ જેવી મહાસમતા કેળવી છે. એથી જ પછીના સિંહરાજાના ભવે અવધિજ્ઞાની મહર્ષિનું ચરિત્ર સાંભળીને અદ્દભુત પ્રેરણા મેળવી છે. પાછું ત્યાં એટલું ભવ્ય આત્મપરાવર્તન સર્યું છે કે પિતાની સામે પુત્ર આનંદની દુષ્ટતાને આનંદથી વધાવી છે. અને અહીં? અહીં તે આચાર્ય મહારાજ મળ્યા પૂર્વે જ માતાની દુષ્ટતા પર સામને નહિ, વૈરાગ્ય વિચાર્યો છે! સાધુ પુરુષના સમાગમને પામીને આપણે આ સાધવાનું છે. કોઈની સામે ક્ષમા, દ્વેષની સામે દયા, એવું એવું દાખવતા આવડે ત્યારે સમજાય કે આપણે આત્માનું પરિવર્તન કંઈક પણ સિદ્ધ કરી શકયા છીએ.
પ્રકરણ – ૪ વિજયસિંહ આચાર્ય મહારાજની વિશેષતાઓ
સંયમ શા કારણે -
શિખીકુમારે આચાર્ય મહારાજને જોયા, તે કેવા કેવા હતા? એકવિધ સંયમ જે સર્વથા સંયમ, એમાં રક્ત