________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન-અધ્યાય ત્રીજે.
૧૩
तृतीयोऽध्यायः
વૈદ્યશિક્ષાને ઉપકમ, अथ वक्ष्यामि रोगाणामुपचारक्रमं तथा ।
जानाति यो बुधः सम्यक् पूज्यते नृपसत्तमैः ॥ હવે હું રેગોના ઉપચારને ક્રમ કહું છું; જે પંડિત પુરૂષ એ ઉપ ચાર ક્રમને સારી રીતે જાણે છે તેનું શ્રેષ્ઠ રાજાઓ સન્માન કરે છે.
ઉપચાર કરવાની યોગ્યતા, ज्ञात्वा रोगसमुत्पत्ति रोगाणामप्युपक्रमम् ।
ज्ञात्वा प्रतिक्रियां वैद्यः प्रतिकुर्याद्यथोचितम् ॥ વિષે પ્રથમ રોગની ઉત્પત્તિ કેમ થાય છે તે જાણવું જોઈએ. પછી રેગને ઉપક્રમ કેમ થાય છે તે જાણવું જોઈએ, અને તે પછી તે રંગને શું ઉપાય કરે તે જોવું જોઇએ એ ત્રણ વારે જા– બને પછી વૈવે ઘટે તે ઉપચાર કરવો જોઈએ.
દેશકાળાદિ પરિજ્ઞાન, देशं कालं वयो यहि सात्म्यप्रकृतिभेषजम् ।
देहं सत्वं बलं व्याधेदृष्ट्वा कर्म समाचरेत् ॥ દેશ, કાળ, રોગીનું ય, તેના જઠરાગ્નિની શક્તિ, તેનું સામ્ય (એટલે અમુક વસ્તુ કે ક્રિયા તેને માફક આવે છે કે કેમ તે), તેની પ્રકૃતિ, ઔષધ, રેગીને દેહ, તેનું સત્વ, અને વ્યાધિનું બળ, એટલાં ઉપર વિચાર કરીને પછી વૈધે રેગીને ઉપચાર કરવાનું કર્મ કરવું.
રેગીના ઉપચાર કરવાનું ફળ, धर्मार्थकामलाभः स्यात् सम्यगातुरसेवनात् ।
यदा नाचरतस्तस्य विनाशश्चात्मनस्तदा ॥ રેગીનો સારી રીતે ઉપાય કરવાથી ધર્મ, અર્થ અને કામનો લાભ થાય છે પણ જ્યારે રેગીને ઉપાય સારી રીતે ન કરવાથી તેને વિનાશ થાય ત્યારે વૈધના ધર્મ, અર્થ અને કામને પણ વિનાશ થાય છે.
For Private and Personal Use Only