________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧]
પ્રથમ પલવ
છું. સાચે સાધુ નથી. હે સુંદરી ! પ્રથમ આવી ગયેલ સાધુની ધીરજની શી વાત કરવી? તે તે પ્રાણાતે પણ પૃહા (ઇરછા) કરે તેવા નથી. તેવા ગુણવાળાની પાસે હીનસત્વ શરીરની લાલન-પાલન કરવાની ઈચ્છાવાળે હું શી ગણત્રીમાં છું? એક ફાળ માત્રથી હાથીને વધ કરનાર સિંહની પાસે શિયાળીયુ તે શી વિશાત માં? સૂર્યના તેજમાં આગિયાના પ્રકાશને તે શું હિસાબ? તે તે સર્વ ગુણરૂપી રત્નોથી શોભાયમાન સા મુનિરાજ છે અને હે ભદ્રે ! હું તે ચંચા પુરૂષ (ચાડીયો)ની જે ફકત નામધારી સાધુ બની વેષના આ બરવડે ઉદરવૃત્તિ કરું છું. તેના અને મારામાં મોટો તફાવત છે. આ પ્રમાણે કહીને તે સાધુ ગયા, પછી તે શ્રાવિકા વિચારવા લાગી કે-જીભને કાબુમાં રાખી શકનાર આ બન્નેને ખરેખર ધન્ય છે. તેમાંથી એક ગુણને ભંડાર તથા બીજા ગુણની અનુમોદના કરનાર છે. અને પ્રશંસાને યોગ્ય છે, કહ્યું છે કેनागुणी गुणिनं वेत्ति, गुणी गुणीषु मत्सरी । गुणी च गुणरागी च, सरलो विरलो जनः ॥
નિણ માણસ ગુણવાનને ઓળખી શકતો નથી, ગુણવાન ઘણુંખરૂં અન્ય ગુણવાન પ્રત્યે દ્વેષ રાખનાર હોય છે, ગુણવાન તથા ગુણની અનુમોદના કરનાર દુનિયામાં સરલ માણસે કવચિતજ માલુમ પડે છે.
પ્રમાદથી મુગ્ધ બનેલા લેકે આ જગતમાં ડગલે ને પગલે પિતાની સ્તુતિ તથા પારકાની નિંદા કરે છે, પરંતુ પારકાની સ્તુતિ તથા પિતાની નિંદા કરનાર કેઈકજ જોવામાં આવે છે. આ પ્રમાણે તે બનેના ગુણની અનુમોદના કરતી તે ઉભી હતી, તેવામાં સાધુનું નામ જેણે વગેવ્યું છે તે એક સાધુ ત્યાંજ ભિક્ષા માટે આવ્યા, તે મુનિ ગુણવાને ઉપર ઠેષ રાખનાર, બીજાના છિદ્રો જેનાર, અદેખાઈની આગથી બળી ગયેલ હૃદયવાળો તથા ફક્ત વેષધારી સાધુ હતું. તેને આવેલ જોઈને તે શ્રાવિકાએ ઘરમાંથી અન્ન વિગેરે લાવી વહોરાવ્યું, પછી તેણી પહેલાંની માફકજ સર્વ વાત નિવેદન કરી અને તેજ પ્રમાણે
SEARS SSSSSSSSSSSSSSSSASASASASABAR
૪૪
Jain Education Inter
For Personal & Private Use Only
ww.jainelibrary.org