________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kabatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમ્
પાળી, છેવટે અણશણ કરી, કાલ કરી તે કાર્તિકશેઠનો જીવ સૌધર્મ દેવલોકમાં ઇન્દ્ર થયો. બૈરિક તાપસ પણ અજ્ઞાનકષ્ટ કરી મરણ પામીને તેનું વાહન ઐરાવણ હાથી થયો. હાથીએ અવધિજ્ઞાનથી જાણ્યું કે – “હું પૂર્વભવમાં ઐરિક તાપસ હતો, અને કાર્તિક શેઠ ઇન્દ્ર થયો છે; એમ જાણી નાસવા લાગ્યો, ત્યારે ઇન્દ્ર તેને પકડીને તેના મસ્તક પર ચડી બેઠો. હાથીએ ઇન્દ્રને ડરાવવા પોતાનાં બે રૂપ કર્યા, ત્યારે ઇન્દ્ર પણ પોતાનાં બે રૂપ કર્યો. પછી હાથીએ પોતાનાં ચાર રૂપ કર્યો, ત્યારે ઇન્દ્ર પણ પોતાનાં ચાર રૂપ કર્યા, એવી રીતે તે જેમ જેમ પોતાનાં રૂપ વધારતો ગયો તેમ તેમ ઈન્દ્ર પણ પોતાનાં રૂપ વધારતો ગયો. પછી ઇન્દ્ર જ્યારે અવધિજ્ઞાનથી તે હાથીનું સ્વરૂપ જાણ્યું ત્યારે તેને તર્જના કરવાથી, હાથીએ તે પોતાનું મૂલ રૂપ કર્યું. ઇતિ કાર્તિક શેઠની કથા. વળી તે સૌધર્મેન્દ્ર કેવો છે? તે કહે છે -
(સહસ) હજાર લોચન વાળો, ઈન્દ્રને પાંચસો દેવો મત્રી છે, તે પાંચસો મસ્ત્રીઓની હજાર આંખ ઇન્દ્રનું જ કાર્ય કરવાવાળી છે, તેથી તેનું વિશેષણ સહસ્રાક્ષ છે; (મધ) મહા મેઘો જેને વશ છે, અથવા મધ નામના દેવવિશેષ જેને વશ છે એવો, (પાસો ) પાકનામના અસુરને શિક્ષા કરનારો, (હરિદ્ધનો વિજી મેરૂની દક્ષિણે રહેલા લોકાર્ધનો સ્વામી, (પરીવવાદ) ઐરાવણ હાથીના વાહન વાલો, (સુરિ દેવોને આનંદ આપનાર, (ત્તીસરમાણસયસહસ્સટિવ) બત્રીસ લાખ વિમાનોનો અધિપતિ, (રયંવરવત્યારુ
For Private and Personal Use Only