________________
૩૧
તેર કાઠીયાનું સ્વરૂપ ચાલુ જન્મના મહાઉપકારી માતા-પિતાને ભૂલી જાય છે. દુઃખ આપે છે. કાઢી મૂકે છે, ત્રાસ આપે છે. કંસ કેણિકની માકફ માર મારે છે. કેદ પુરે છે. કેઈ કઈ અધમજીએ મહાઉપકારી માતાપિતાને, મારી પણ નાખ્યાના દાખલા છે.
- જ્યારે ચાલુ જન્મના તદ્દન નજીકના ઉપકારી, માતાપિતા જેવાઓના ઉપકાર ભુલાઈ જાય છે. તે પછી ગયા જન્મના સારા કે ખટા, અનુભવે યાદ રહે તેવું, અબજો જી પૈકી કેઈકને કુરે એ વાત જુદી સમજવી.
આ સંસારના પ્રત્યેક જીવોમાં અજ્ઞાન દશા ઠાંસીઠાંસીને ભરેલી છે. આ વિષયને સમજવા માટે પાનાંઓ ભરાય તેટલું વર્ણન શાસ્ત્રોમાં ઢંકાએલું પડ્યું છે. પ્રસ્તુત વિષય લંબાઈ જતો હોવાથી, આ અજ્ઞાન પ્રકરણને અમે આગળ ઉપર, શક્ય તેટલા વિસ્તા લખવા ઈચ્છા રાખીએ છીએ, માટે જ અહીં આટલું લખી આગળ ચાલીશું.
હવે વ્યાક્ષેપ નામને અગિયારમે કાઠિયે (પ્રમાદ) પ્રશ્નઃ વ્યાક્ષેપ શબ્દનો અર્થ શું?
ઉત્તર : પહેલો અર્થ અન્ય વસ્તુમાં રસ હોવાથી, અન્ય વસ્તુ અતિસારી હોય તે પણ માણસ જેઈ, સાંભળી, વિચારી શકતો નથી. જેમ મહાવિકરાળ વિષય-પ્રમાદમાં ખેંચી ગયેલાં વા ડૂબી ગયેલા, દેવ, રાજાઓ, ધનવાને, અને પામરે, પોતાના નગરના કે ગામના પરિસરમાં તીર્થકર દેવ પધારેલા, હોય, કેવલી ભગવાન હોય, મહાજ્ઞાની હોય, આખા સંસારનું પાપ ધોવાય તેવું હોય, સર્વ પ્રકારના સંશયોને નાશ થાય તેવું હોય, તે પણ, સમવસરણમાં જતા નથી, આંહી વ્યાક્ષેપ એટલે અન્યચિત્ત નિરાદરતા અર્થ જાણવો.
વ્યાક્ષેપને બીજો અર્થ અંતરાય પણ થાય છે, શોક પણ થાય છે. કેઈ જીવ દાનાદિ ધર્મ કરવા ઈચ્છતા હોય તો પણ, નાનામોટા અંતરાયે આવી જવાથી, જીવને ધર્મ સ્થાનમાં કે ધર્મક્રિયાઓમાં જતા અટકાવે છે. જેમ યશધર રાજાને ચારિત્ર અવશ્ય લેવાનું હતું, પરંતુ કુલટા નારી નયનાવલીરાણીના પ્રયોગથી અકાલમરણ સરજાયાથી, દીક્ષા-સુગતિસ્વર્ગ થવાના સ્થાને, પશુ આદિ કુતિઓમાં પ્રયાણ થયું.
વખતે ઉત્તમજીવ હોય તો દાન આપવા ઈચ્છા થાય. સગવડ પણ હોય, છતાં અંતરાય આડો આવવાથી દાન આપી શકે નહીં. શીલવ્રત પાળવાની ઈચ્છા હોવા છતાં પરસ્પર દંપતીનું ઐકય ન થાય તો શીલવ્રત લેવાય નહી પળાય નહીં. તપશ્ચર્યા કરવાની તીવ્રભાવના હોય તે પણ, કુટુંબના કારણે, રોગના કારણે, વીર્યાન્તરા તપ કરતાં અટકાવે છે.
હવે કુતૂહલ નામને બારમે કાઠિયે (પ્રમાદ) આત્માને, ધર્મ કરવામાં વિક્ષેપક બને છે, અને તેથી મોટાભાગે,-મિથ્યાદષ્ટિ ધર્મગુરુઓનાં, કુતૂહલપષક અસત્યથી ભરેલાં, ઉપજાવી–ગોઠવેલાં શાસ્ત્રો, સાંભળવાના રસમાં, નાટક, સિનેમા, ભવાયા, ગાળાઓ,
છબીઓ, નટડાઓ, નૃત્યકીઓ, ગાયિકાઓના જલસાઓમાં આકર્ષાયેલા છે, આત્મકલ્યાણકારક સુગુરુઓનાં અમૃત જેવાં વાક્યોથી વંચિત જ રહે છે, સાંભળી શકતા નથી.
આ સિવાય સંસાર વધારનારાં સ્ત્રીકથા, ભેજનWા, દેશકથા અને રાજસ્થાઓથી ભરેલાં પેપ, દૈનિકે, સતાહિકે, પાક્ષિક, માસિક વિગેરે છાપાંઓના રસમાં રંગાએલા