________________
સાસુજીની આજ્ઞામાં રહીને, શુદ્ધ બ્રહ્મચર્ય પાળનાર એક બાઈ,
હવે એક અજૈન પણ સમજવા લાયક સાસુની આજ્ઞાપાલક બેનની કથા લખાય છે.
૩૩૫
પ્રાયઃ વત માન બિહાર પ્રદેશમાં બનેલી હજારેક વર્ષ પહેલાની એક ભાગ્યશાળી દંપતીની જીવનકથા છે. કેટલાક દેશેામાં, અગર કેટલીક જ્ઞાતિઓમાં ભૂતકાળમાં, નાના બાળકને, પરણાવવાના રિવાજો હતા. આવા રિવાજોમાં અનર્થાની પરપરા હોય, કે હશે. એ અહીં વિચારવાનું નથી. કારણ કે સંસારના મોટા ભાગના, રિવાજો પ્રાયઃ અનર્થ વધારનારના જ હોય છે.
પરંતુ આપણી આ કથાના પાત્રોમાં થયેલે લાભ સમજવા યોગ્ય અને ભલભલા મનુષ્યાને પણ અનુમેાદના કરાવે તેવા હેાવાથી, વાચકાને પણ લાભનુ કારણ થશે.
બિહારના એક ગામડામાં, અજૈન વિદ્વાનેામાં ઘણી ખ્યાતિને પામેલા, બ્રાહ્મણ કુળમાં જન્મેલા, મંડનમિશ્ર નામના એક પંડિતજી હતા. તેમનાં પ્રાય: ખાલકાલમાં લગ્ન થયેલાં હતાં. માતાપિતાને સતાનમાં એક જ પુત્ર હતા. પિતાની પાસે વ્યાકરણ, કાવ્ય, કોષ, ન્યાય અને બીજા પણ દાર્શનિક વિષયના, ઘણા ગ્રન્થાના અભ્યાસ કર્યાં હતા.
અભ્યાસ જ નહીં, ચાવીસેક કલાક વાચન-મનન અને નિદ્વિધ્યાસનમાં જ પસાર થતા હતા. સેાળ સત્તર વર્ષની વયે પિતા પરલેાકવાસી થયા હશે. તેથી માતા પુત્ર એજણ Gf રહ્યાં હતાં. પિતાની મરવિધિ પતી ગયા પછી, મંડનમિશ્ર પોતાના વાંચન અને નવા ગ્રંથા બનાવવામાં જ દત્તચિત્ત રહેતા હતા. ઘરની પછવાડે ગંગા નદી હોવાથી, સવારમાં વહેલા ઊઠી ઝાડાપેસાબનું, સ્નાનનું અને સંધ્યાનું કામ પતાવી, પેાતાના કાર્ય માં લાગી જતા હતા.
તેમની પરણેલી કન્યા પણ, હવે સેાળ સત્તર વર્ષની થવાથી, માતાએ પીયરથી પેાતાના ઘેર મેલાવી હતી. મ`ડનમિશ્રનાં માજી ઘણાં જ ધર્મપ્રિય હતાં. કથા-વાર્તા સાંભળવા પણ જતાં હતાં. ટાઈમસર રસાઈ બનાવીને, પુત્રના ઓરડામાં મૂકી જતાં હતાં. પરંતુ ખખડાટ કે શબ્દોચ્ચાર કર્યા વગર, ભાણું મૂકી જવું અને પુત્ર જમી રહે ત્યારે, ભાણું પાછું લઈ જવાના રિવાજ હતા. માજી પુત્રના ભણતર કે ગ્રન્થ લેખનમાં, ડખલ ન થવા દેવાની કાળજી રાખતાં હતાં. તેથી વખતે કોઈ અહારનું માણસ આવે તેા, માજી પેાતે પતાવી લેતાં હતાં. ઘરના લાવવા-મૂકવાના વહેવાર, માજી ચલાવતાં હાવાથી, પુત્ર મંડનમિશ્રને, પેાતાના વાંચન કે ગ્રન્થ રચનામાં, ઘેાડી પણ ડખલ આવતી નહીં.
મંડનમિશ્રની પત્ની આવ્યા પછી, પ્રારંભમાં તેણીની મેમાનગીરી સચવાઈ ગઈ. એક દિવસે માજીએ પુત્રવધૂને કહ્યું, આજે રસાઈનું ભાણું મારા પુત્રના ઓરડામાં તું મૂકવા જા. પરંતુ ઘેાડો પણ ખખડાટ કરીશ નહીં. તેને બોલાવીશ નહીં. ભાથું મૂકીને પાછી ચાલી આવજે, અને જમી રહ્યા પછી પણ, ચૂપચાપ ભાણું લઈ આવજે.
ઉત્તમ આત્મા પુત્રવધૂએ, સાસુજીની સૂચના ખરાખર સાચવી. ભાણું મૂક્યા—