________________
૪૦૩
ઘરકરના અનાચાર પુણ્યને મહિમા અંગુષ્ઠ ઉપર અભિષેક કરે છે. આવાં તે પાંચ દિવ્યાએ દૈવી પ્રેરણા અને દેવપ્રિયકુમારના ભાગ્યથી, પિતાની ફરજ બજાવી.
ગમે ત્યારે ગમે તે સ્થાને, ગમે તે મનુષ્યને, પુણ્યને ઉદય અજબ કામ કરે છે. અહીં પિતાની સગી માતાના મારી નાખવાના ભયથી, નાસી છૂટેલા વણિક બાળકને, રાજ્ય પ્રાપ્તિ થાય છે.
જ્ઞાનીઓ કહે છે કેઃ अरक्षितं तिष्ठति (जीवति ) दैवरक्षित, सुरक्षितं तद्विहतं विनश्यति । जीवत्यनाथोपि वने विसर्जितः । कृतप्रयत्नोषि गृहे विनश्यति ॥१॥
અર્થ: નસીબની સહાય જોરદાર હોય તે, કઈ પણ રક્ષક ન હય, સહાયક ન હેય, તે પણ જરૂર તેનું રક્ષણ થાય છે અને સારા રક્ષણવાળાને પણ નસીબ વાંકું હોય તે, રક્ષણ નકામું બને છે. અજાપુત્ર જેવા એક દિવસના જન્મેલા અનાથ બાળકે પણ, જીવ્યા છે. કોડેથી વિટળાએલા પણ સુભૂમચક્રી જેવા મર્યા છે.
નસીબની જ બલિહારી છે.
તારેક તેજમેં ચંદ્ર છૂપે નહીં, સૂર છુપે નહીં, બાદલ છાયા, રણ ચડયા રાજપુત છુપે નહીં. દાતા છુપે નહીં ઘેર મંગન આયા. વિકારી નારીકે નયન છુપે નહીં, પ્રીત છૂપે નહીં પુઠ દેખાયા. કવિ ગંગ કહે સુન શાહ અકબર, કર્મ છૂપે નહીં ભભૂત લગાયા. છે ૧
લાખે તારાઓમાં ચંદ્ર ઢકાત નથી. ઘટાટોપ વાદળાંમાં સૂર્ય ઢંકા નથી. યુદ્ધભૂમિમાં ઊભેલે શૂરવીર, ક્ષત્રિય નિર્માલ્ય થઈ ઊભું રહેતું નથી, અને દાન દેવાના સ્વભાવવાળો દાતાર, ભિખારીને ભાળીને આપ્યા વિના રહેતું નથી. વિકારવતી વામાની આંખે છાની રહેતી નથી. તેમજ સાચી પ્રીત પણ ઢાંકી ઢંકાતી નથી. તેમ હે રાજા અકબર ! માણસના શરીર ઉપર રાખ ચળી હોય તે પણ નસીબ ઢાંક્યું રહેતું નથી.
“સિદ્ધરાજ શત્રુ હતું, હતી ન એકે સહાય ! કુમારપાળ રાજા થયો, પૂરવ પુણ્ય પસાય.” ૧ “જનક મર્યો જય શિખરી, રાજ્ય ગયું અરિહાથ ! પણ વનરાજે ય મેળવ્યો, નસીબ મેટી આથ.” ૨ “મરુધર કેરે વાણિયા, હતી ન દમડી એક બુદ્ધિ પુણ્યને શૈર્યથી હાક વગાડી છે.” ૩