________________
૫૩૭
અજ્ઞાની છની લક્ષ્મી નાસમાં જ ફેકાય છે.
ભંગીની મહેનત થકી, જમીન ખી થાય
સ્વપર મલીન બનાવવા કૃપણને વ્યવસાય.” “કચરાને ભેગું કરી, ભંગી લેક સદાય
લક્ષ્મીને ભેગી કરી, પણ ઘણો ફૂલાય.” પ્રશ્નઃ ભંગીએ ભેગા કરેલા કચરામાં ગંદવાડ હોય છે. લોકોને ફૂગ કરાવે છે. દેખનારા નારાજ થાય છે. તે પછી કૃપણની લક્ષ્મીને ભંગીના કચરાની ઉપમા શા માટે?
ઉત્તરઃ કૃપણની લક્ષ્મીમાં પણ ગંદવાડ હોય છે. કારણ પ્રાયઃ અન્યાયથી ભેગી થાય છે. તેથી સંતેને ગૂગ કરવા લાયક છે. કૃપણના ઘરમાં લક્ષ્મી આવે તે પ્રાયઃ
ન આત્મા રાજી થતું નથી. કચરો વાળનારા ઉકરડે કે ગટરમાં ફેંકે છે, તેમ કૃપણુ મૂર્ખાઓ દત્તક લઈને, તેને આપી દે છે, ઘર જમાઈ રાખે છે, ચોર લઈ જાય છે, બહારવટીઆ મરાઠાઓ, કાદુમકરાણી, યેગીદાસ ખુમાણ, મીરખાં બચ. ભૂપત; વગેરે લોકેએ દુનિયાને લૂંટી માર માર્યો, પાયમાલ બનાવ્યાના દાખલા હજારે મળે છે. કૃપણનું તેવામાં જાય છે.
કોઈ કવિઃ અગનપલિતા રાજદંડ, ચેર મુશ લે જાય,
એ સબ દંડ દુનિયા સહે, ધર્મદંડ સહી નવ જાય. મે ૧ હમણાં પણ બર્મા-પિોર્ટુગલ-આફ્રીકા-પાકીસ્તાનમાં વસનારાઓ, લૂંટાઈને આવ્યા છે. આવું બધું અનંતકાળથી ચાલે છે. પૂર્વના મહાપુરુષે પણ ફરમાવે છે કે,
दायादाः स्पृहयन्ति तस्करगणा मुष्णन्ति भूमिभुजो । गृह्णति छलमाकलय्य हुतगूग भस्मीकरोति क्षणात् ॥ अम्भः प्लावयति, शितो विनिहितं यक्षा हरन्ते हठात् ।
दुर्वृता स्तनया नयन्ति निधनं धिग् बवाधीनं धनं ॥ અર્થ : ભાઈઓ, ભતૃજાઓ, ભાણીઆઓ, જમાઈએ, સાળાઓ બધા જ, નિર્વશ માણસની લક્ષ્મીની ઈચ્છા કરે છે. ચાર લોકે લૂંટી જાય છે. રાજાઓ છિદ્રો મેળવીને દંડી નાખે છે. અગ્નિ બાળી નાખે છે. નદી વગેરેના જળના પ્રવાહ ખેંચી જાય છે. જમીનમાં છપાવેલું વ્યંતર દે સ્થાનાન્તર કરી નાખે છે. અને ખરાબ આચરણવાળા કુપુત્રો, જુગાર રમીને શીવકુમારની પેઠે, ધમ્મીલકુમાર, કયવન્ના, સુમતિવિલાસની પેઠે વેશ્યાગામી બનીને ધનને નાશ કરે છે.
સાત ક્ષેત્રોમાં વાવતાં કૃપણ ઘણે ગભરાય અવશ્ય મૂકીને જવું, અલ્પ વિચાર ન થાય.” ૧