________________
૫૭૪
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ અને જ્યારે જરાસંઘની મુકેલી વિદ્યાથી, પિતાનું લશ્કર, જરાથી અત્યંત વિહળ બનેલું જોઈ, શ્રીનેમિકુમારના વચનથી, તપસા વડે કૃષ્ણવાસુદેવ આપને પાતાલથી લાવ્યા. તે ૩ છે
અને આપના સ્નાત્ર જલના છાંટણુ વડે, જ્યારે સમગ્ર સૈન્ય, જરામુક્ત થયું, પછી તુરત જ જરાસંઘની હાર થવાથી, કૃષ્ણવાસુદેવે શંખેશ્વર નામનું તીર્થ થાપન કર્યું છે. રાજા
અને ત્યાંજ શ્રીકૃષ્ણ મહારાજાએ, આપનું એટલું ઊંડ્યું અને વિસ્તારવાળું ચિત્ય બંધાવ્યું કે, પોતે દ્વારિકામાં રહ્યા છતાં, હમેશ, દર્શન, નમન, વંદન કરતા હતા. પા
વિક્રમ સંવતના ૧૧૫૫ વર્ષો ગયે છતે (વાદિ દેવસૂરિ અથવા કાલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજના ગુરુ દેવચંદ્રસૂરિ મહારાજના ઉપદેશથી) સજજન મંત્રીએ, અહીં જિનાલય બંધાવી, આપને પ્રતિષ્ઠિત કર્યા હતા. ૬ છે
તથા ઝિંઝુપુર (ઝીંઝુવાડા) નગરના દુર્જનશલ્ય રાજાને કઢને મહા રોગ થયે હતે. ત્યારે પિતાના ઈષ્ટદેવ સૂર્ય દેવની, તેણે ઘણું સ્તવના કરવા છતાં, રોગ મટ્યો જ નહીં. પછીથી પોતાના જૈનમંત્રીશ્વરના વચનથી, આપના (શંખેશ્વર પાર્શ્વનાથના) સ્નાત્ર જળના છાંટવાથી, રોગ મટી ગયે, અને રાજાએ વિમાન જેવું જિનાલય કરાવ્યું.
આ ઉપરાંત પણ પ્રાચીન પ્રબંધ અને શીલાલેખ દ્વારા શ્રીશંખેશ્વર મહાતીર્થની પ્રાચીનતા અને પ્રભાવકતા સૂચક કેટલીક જાણવા યોગ્ય બીનાઓ મળે છે.
જેમકે વિ. સં. ૧૨૮૬ આસપાસ વડગચ્છીય વર્ધમાનસૂરિ મ.ના ઉપદેશથી ધર્મવીર, દાનવીર, શૂરવીર, બાંધવબેલડી–વસ્તુપાલ, તેજપાલ મહામ, શંખેશ્વરને માટે સંધ લઈ આવ્યા હતા. તે વખતે જિનાલયની જીર્ણ દશા જોઈ, તદ્દન નવીન જિનાલય કરાવ્યું હતું. અને ફરતી ઘણી દેવકુલિકાઓ કરાવી હતી. આ તીર્થમાં તેમણે બેલા ખદ્રવ્યને વ્યય કરી લાભ મેળવ્યો હતે.
વિ. સં. ૧૩૦૨( આસપાસ)માં આચાર્ય પરમદેવસૂરિમહારાજના ઉપદેશથી, ઝીઝુપુર(ઝીઝુવાડા)ને રાજા દુર્જનશલ્યના કઢરેગની શાન્તિ થયાથી, શ્રદ્ધાતિરેકથી રાજાએ જિર્ણોદ્ધાર કરાવ્યું હતું. આ ઉદ્ધાર પછી મહાકૂર મલેચ્છો. અલાવદીન ખીલજીના લશ્કર દ્વારા, જિનાલય અને ઘણી ખરી પ્રતિમાજીને નાશ થઈ ગયો. મૂળનાયક પ્રભુજીની પ્રતિમા, તે કાલના સમયસૂચક જાગતા શ્રાવકોએ, જમીનમાં પધરાવી દેવાથી, બચી ગઈ હતી.
આ જિનાલય અત્યારના શંખેશ્વર શહેરથી થોડા દુર પ્રદેશ પર હશે. એમ પશ્ચિમ