________________
પ૭૬
શંખેશ્વરપાર્શ્વનાથરવામિની પ્રતિમાની પ્રાચીનતાને ઇતિહાસ
ત્યારે કૃષ્ણ મહારાજે, નેમનાથસ્વામીને પૂછયું. ભગવાન? હવે શું કરવું ઉપાય બતાવે. નેમિકુમારને ઉત્તર : ભાઈ તમે અઠ્ઠમતપ કરીને, પાતાલમાં, ધરણેન્દ્ર ભુવનમાં બીરાજેલી પાર્થ પ્રભુની પ્રતિમાને, આરાધે. પ્રભુવચને કૃષ્ણમહારાજે અઠ્ઠમતપ કર્યો. અને પદ્માવતીદેવી પ્રતિમા લઈને આવી, આપીને ચાલી ગઈ.
પ્રતિમાને સ્નાત્રાભિષેક કર્યો, અને પાર્શ્વનાથસ્વામીના સ્નાત્રનું નીર લઈને, યાદવસૈન્ય ઉપર છાયું. જરા ચાલી ગઈ. કૃષ્ણ વાસુદેવની જીત થઈ. જીતની નિશાનીમાં શંખનાદ કર્યો. ત્યાં ગામ વસ્યું. શંખેશ્વર નામ પાડયું. આ ગામ અને આ તીર્થ અત્યારે પણ વિદ્યમાન છે અને પાર્શ્વનાથસ્વામીની પ્રતિમાનું પણ, શંખેધરાપાશ્વનાથ નામ પડ્યું. અહીં આ સઘળી હકીકતને ઐતિહાસિક રીતે રજુ કરનાર, અને હીરસૌભાગ્ય મહાકાવ્યના પહેલા સર્ગની ટીકામાં લખેલા, પ્રાચીન સ્તોત્રને, રજુ કરું છું જે વાંચવાથી, પ્રતિમાજીની પ્રાચીનતા અને મહિમા સમજમાં આવી જશે. આ રહ્યું તે સ્તોત્ર.
अपुपूजतत्वां विनमिनभिश्च, वैताढ्यशैले वृषभेशकाले । सौधर्मकल्पे सुरनायकेन, त्वं पूजितो भूरितरं च कालं ॥ १ ॥ आराधितः त्वं समयं कियंतं, चान्द्रे विमाने किलभानवेपि । पद्मावतीदेवतया च नागाधिपेन देवावसरेऽर्चितः त्वं ॥२॥ यदा जरासंधप्रयुक्तविद्या-बलेन जातं स्वबलं जरात ॥ तदा मुदा नेमिगिरा मुरारिः, पातालतस्त्वां तपसा निनाय ।। ३ ।। तव प्रभो ? स्नात्रजलेन सिक्तं, रोगैविमुक्त कटकं बभूव । संस्थापितं तीर्थमिदं तदानि, शंखेश्वराख्यं यदुपुंगवेन ।। ४ ।। तथा कथंचित्तवचैत्यमत्र, श्रीकृष्णराजो रचयांचकार । सद्वारकास्थोपि यथा भवन्तं, ननाम नित्यं किल सप्रभावं ॥ ५ ॥ श्रीविक्रमानमन्मथबाणमेरु-महेशतुल्ये समय व्यतीते, । त्वं श्रेष्टिना सज्जननामकेन, निवेशितः सर्वसमृद्धिदोभूः ॥ ६ ॥ झंझुपुरे सूर्यपूरोऽनबाप्तं, त्वतोधिगम्यांगमनंगरूपं । अचिकरद् दुर्जनशल्यभूपो, विमानतुल्यं तव देव ? चैत्यं ॥ ७ ॥ આ સ્તોત્રના શ્લોકોને ભાવાર્થ નીચે મુજબ છે.
અર્થ : શ્રી ઋષભદેવસ્વામી સમકાલીન થયેલા નમિ-વિનમિ વિદ્યાધરોએ વૈતાઢય પર્વત ઉપર, હે પ્રભુ આપને, ઘણાકાલ સુધી પૂજ્યા છે. તથા સૌધર્મ દેવલોકમાં સૌધર્મેન્દ્ર પણ ઘણે કાળ તમારી પૂજા કરી છે. જે ૧ છે
તથા ચંદ્રના વિમાનમાં, સૂર્યના વિમાનમાં, તથા ધરણેન્દ્ર – પદ્માવતીએ પિતાના સ્થાનમાં, પોતાના ઈષ્ટદેવ તરીકે, ઘણીકાલ(આપને) પૂજ્યા છે. જે ૨