________________
૫૮૯
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ એકવાર ફરવા ગયેલા ધરણેન્દ્રને, દક્ષિણ દિશાને સમુદ્રકિનારે બહુરમ્ય જણાવાથી, સમુદ્રના કિનારા ઉપર, ઘણી સુંદરતાવાળું જિનાલય બનાવીને, પ્રાર્ધપ્રભુજીને સ્થાપન કર્યા.
આ સ્થાન ઉપર પણ દેવ, દેવીઓ, અને વિદ્યાધર હંમેશ યાત્રા કરવા આવવા લાગ્યા. અહીં આવ્યા પછી પણ, ત્રણ લાખ વર્ષ સુધી, આ પાશ્વનાથસ્વામીની પ્રતિમા આ સ્થાને પૂજાઈ હતી. તેવા સમય દરમ્યાન, દશરથરાજાની આજ્ઞાથી, રામ-લક્ષમણસીતાજી વનવાસ નીકળેલા હતાં. અને મહાકામી રાવણ. મહાસતી સીતાજીનું હરણ કરીને લંકામાં લાવ્યા હતા.
અને તુરત જ મહારાજા રામચંદ્ર, સીતાજીની શેધ કરાવી. અને ખબરમલ્યા કે, લંકાપતિ રાવણ, સીતાનું હરણ કરી ગયા છે. તેથી તુરત સૈન્ય તૈયાર કરીને, સુગ્રીવ અને હનુમાન વિગેરે, વીરપુરુષોથી પરિવરેલા, રામ-લક્ષમણ લંકાનગરી તરફ જતા વચમાં, આ જિનાલય અને પાર્વપ્રભુની પ્રતિમાથી અલંકૃત, સમુદ્રના કિનારે આવી પડાવ કર્યો.
જિન જારી થોડો વખત, આ સ્થાન ઉપર સ્થિરતા કરી, લંકાનગરી પહોંચ્યા હતા. ત્યાં રાવણ સાથે ખૂનખાર યુદ્ધ થયું. રાવણ જેવું રત્ન રણમાં રગદોળાયું. લંકાનું રાજ્ય બિભીષણને, આપી, મહારાજારામચંદ્ર, સીતાદેવીને લઈને, પાછા આવતાં પણ, આ સુરમ્ય તીર્થભૂમિ ઉપર પડાવ કરી રહ્યા હતા. આ વખતે જિનાલયમાં માટે મહત્સવ કરીને અયોધ્યા પધાર્યા. જતાં અને વળતાં સમુદ્રના સ્વામી સુસ્થિતદેવની સાથે, રામલક્ષમણને સમાગમ થયે હતો.
પ્રશ્ન : ઉપર જણાવ્યું છે કે, સૌધર્મઇન્દ્રિ વી ગયા ત્યારે, આ પ્રતિમા, સમુદ્રના કિનારે આવી હતી. આ બનાવ કયારે બન્યો? હમણાં પણ સૌધર્મઇન્દ્ર તે ત્યાં છે જ.
ઉત્તર : સૌધર્મઇન્દ્રિ હતા. હોય છે. હાલ છે. અને અનંતા કાળ સુધી રહેવાના છે. પરંતુ નામ તેને અવશ્ય નાશ થાય છે. તેને અર્થ પણ વ્યકિતવાચક સમજ. જાતિવાચક નહીં. કારણ કે, કેટલાંક સ્થાને શાવતાં છે. તેમાં થનારા વ્યકિત પણ સ્થાનના નામે ઓળખાય છે. એવા સ્થાનનો સ્વામીનું આયુષ પૂર્ણ થાય, મરણ પામે, બીજી ગતિમાં જાય, પરંતુ તુરત તે સ્થાનમાં, બીજા જન્મ પામે છે. તેને પણ તે જ નામથી ઓળખાય છે.
આહીં પાર્શ્વનાથસ્વામીની પ્રતિમાજીને, સૌ ધર્મ દેવલોકમાં લાવનાર, ઈન્દ્રમહારાજનું અવન, મુનિસુવ્રતસ્વામીના તીર્થકાળમાં થયું હતું. અને તે કાળમાં કાર્તિકનામના બારવ્રતધારી શ્રાવકે, મુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષા લીધી હતી. આરાધન કરી પહેલા દેવકના સૌધર્મનામના ઈન્દ્ર થયા છે. હાલના સૌધર્મઇન્દ્ર કાર્તિકશેઠને આત્મા જાણ.