Book Title: Jineshwar Devni Aagna Yane Sachi Mansai
Author(s): Charanvijay
Publisher: Chimanlal Nathalal Gandhi

View full book text
Previous | Next

Page 658
________________ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનાં પ્રમાણે અને ઉપસંહાર વિરાધના કરી બેસે છે. માટે આજ્ઞાની આરાધના જ મેક્ષ આપે છે અને આજ્ઞાની વિરાધના સંસાર રખડાવે છે. - તથા પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, તથા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય, અસંક્ષિપંચેન્દ્રિય, જલચારી, સ્થલચારી, આકાશચારી, પેટથી ચાલનારા વા હાથપગથી ચાલનારા તથા મનુષ્ય, દેવ અને નારકી જી. આવા બધા જીના ભેદ પ્રતિભેદો = એટલે ચૌરાશી લાખ યોનિમાં રહેલા સર્વ જીવોને, મનમાં પણ મારવાની ભાવના ન થાય, વચનમાં મારી નાખવાને શબ્દ ન હોય, કાયાથી જીવહિંસા ન થઈ જાય તેવી જયણું હોય. તેજ ગ૭ કહેવાય છે. તે જ સાચે સાધુ જાણો. | ૪ . . આવા ગુણવાળા અર્થાત્ વીતરાગદેવની આજ્ઞા સમજનારા, અને પિતાની શક્તિ અનુસાર આજ્ઞા પાળનારા, એવા એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક, એક શ્રાવિકા હોય તે પણ પૂર્વાચાર્યોએ તેને સંઘ માન્ય છે. પરંતુ અજ્ઞાની લોકેનું ટોળું હોય તેને સંઘ કહે નહીં. અર્થાત્ વીતરાગની આજ્ઞા પાળવાના ખપી છે. થડા હોય તે પણ, તે જ સાચો સંઘ જાણ. છે ૫છે જગતના મનુષ્યની સંખ્યામાંથી ઉપાધ્યાયજી તારવણું કરી બતાવે છે. થોડા આર્ય, અનાર્યજનથી, જૈન આર્યમાં ડા, તેમાં પણ પરિણત જન થોડા, શ્રમણ અલ્પ બહુ મોડા. જેના ભદ્ર બાહગુરુ વદન વચનએ, આવશ્યક સુત્રે ( નિરિયુક્તિ) લહીયે, આણાશુદ્ધ મહાજન જાણી, તેહની સંગે રહીયે.” પરા અજ્ઞાની નવી હવે મહાજન, જે પણ ચલવે ટોળું, ધર્મદાસ ગણી વચન વિચારી, મન નવી કીજે ભેળું.” | ૩ | અજ્ઞાની નિજઈદે ચાલે, તસનિશ્રાયે વિહારી, અજ્ઞાની જે ગચ્છને ચલવે, તે કહ્યો અનંત સંસારી. કે ૪ છે ઈતિ સાડાત્રણસે ગાથાનું સ્તવન ઢાળ ૧લી ગાથા ૯-૧૦-૧૧-૧૨ સુખ શીલિયા. આજ કારણે સ્વચ્છેદાચારી. માટે જ મોક્ષ માર્ગ, એટલે રત્નત્રયીના દુશ્મન, આવા કારણે, આણાભ્રષ્ટ માણસોના ટેળાને, સંઘ કહે નહીં, તેવા ટોળાને સંઘ કહે તે પાપ છે. તે ૬ ભગવાન વીતરાગ શાસનની દીક્ષા પામીને, ખુબ તપ કરતા હોય, છઠ–અઠમ વિગેરે તપ કરતા હોય. પરંતુ જયણા સમજતા જ ન હોય. આરંભે થઈ જાય તેનું ભાન હોય નહીં. પાંચ સમિતિ જાણતા ન હોય, સમજે પણ આચરતા ન હોય, રત્નત્રયીના ઉપદેશને

Loading...

Page Navigation
1 ... 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670