Book Title: Jineshwar Devni Aagna Yane Sachi Mansai
Author(s): Charanvijay
Publisher: Chimanlal Nathalal Gandhi
View full book text
________________
૬૭
દુહા : તાસપટધર રાજવી, વિજ્યસેન સૂરિરાય, મગલરાય જહાંગર પણ, આપે માન સદાય.
સાઈઠમા પટધર થયા, વિજ્યદેવ સૂરિભાણ, વિજયસિંહ સૂરિવર થયા, એકસઠમા ગુણઠાણ. નિગ્રન્થ કૌટિક ગણ થયા, વજી શાખા થાય, ચાન્દ્રકુલ વનવાસિયા, ઉપનામે બેલાય. વડગચ્છ તપગચ્છ નામથી, કૃમિક શાખા સાત, એકસઠ યાવત પટધરા, અતિ ઉજવલ અવદાતા હવે પછી દશ પાટમાં, સૂરિ એકે નવ થાય, પણ પંન્યાસ-ગણીપદે, સૌ શાસન સચવાય. વિજયસિહ સૂરિપાટવી, સત્યવિજ્ય પંન્યાસ, ક્રિયા ઉદ્ધાર કરાવીને, શોભાવે સંન્યાસ. શાસનરસિક શ્રીસંઘને, સુન્દર લઈ સહકાર ! શીથિલતાને ત્યાગવા, કિછે ક્રિયા ઉદ્ધાર. કપૂર, ક્ષમા, જિન, ઉત્તમ, પદ્દ રુપ, મુનિરાય, કીતિ વળી કસ્તૂરને, મણિવિજય ગણી થાય. સૂરિ થયા નહીં એક પણ, પંન્યાસ, ગણિવર થાય, જૈનશાસન શ્રીસંઘને, વેગક્ષેમ સચવાય.
મહાગુણી વિદ્રાનને, શાસનના શણગાર, રત્નત્રયી આરાધીને, અલ્પકર્યો સંસાર. ચોપાઈ : એકસીત્તરમા, મુનિરાય, દાદામણિ વિજ્યજી થાય, સાંપતકાળ મુનિ સમુદાય, તસ્સ શાખા પ્રશાખા કહેવાય. ૭૪
તાસશિષ્ય સિદ્ધિસૂરિરાય, ઘણો મોટો દીક્ષા પર્યાય, બાવીશ વર્ષ રહ્યા ઘરવાસ, ત્યાસીવર્ષ સંયમધર ખાસ ૭૫ તપ, જાપ, મેટો, સ્વાધ્યાય, પંચમ કાળે મોટો પર્યાય, પંચ ઉત્તર વર્ષશત આય, સંઘસ્થવિરનું બિરુદ ધરાય ૭૬ તસ્ય શિષ્ય મુનિ ગુણધામ, વિનયવિજ્ય મુનીશ્વરનામ, સંત્તરવર્ષ સંજમપર્યાય. પાળી સ્વર્ગ
ગયા ગુરાય. ૭૭ દુહા : વિનય વિજય મુનિરાજના, શિયાગ્રણી ગુણધામ, વિજ્યભદ્રસૂરીશ્વરા, ગુણ-મણિગણ વિશ્રામ
બે બાંધવની જોડલી, સંવેગી શિરદાર, પત્ની પણ શ્રમણી થયાં, પંચમહાવ્રતધાર, ચોપાઈ : પાંસઠ વર્ષ દીક્ષા પર્યાય, હઊણા. તાણું વર્ષ વય થાય, ધ્યાન, જાપ, તપામયકાય, સર્વસંઘને આનંદ દાય. ૮૦ દુહા : સૂરિવર શિષ્ય ગણાગણી, સુન્દર વિજ્ય મહારાજ, પંન્યાસ ગણીપદવીધા, સંજમધર શિરતાજ
તાસ સંસારી બાન્ધવા, વ્રતપર્યાય સ્થવિર, રત્નત્રયી ગુણ ઉજળા, મુજ મન માકંદકીર. મેરૂવિજ્યપંન્યાસજી, સમતાગુણભંડાર, જડજેવા મુંજ બાલને, ધર્મરત્નદાતાર. સૂરિવર બે પંન્યાસજી, મુજ મોટો ઉપકાર, ભવ ભવ હું ભલું નહીં જાવ લહું ભવપાર. ગચ્છસ્વામી, દીક્ષાગુરુ ધર્મદાયક ભગવાન, મારા ચિત્તચકોરને દુસમ ઉપમાન. પરંપરા કુલ ધર્મ પણ, મહાઉપકારી થાય, સંતાને શકપાલનાં નવે સ્વર્ગમાં જાય. ધર્મદાયી માતા અને પિતાતણું શુભનામ, સંભાળી આ ગ્રન્થનું, પૂરણ કરશું કામ. નેમિચંદ્ર પિતા અને, ભૂલીદેવી માય, જૈનધર્મ મુજ લાભમાં, મહાઉપકારક થાય. માતાપિતા વિદ્યાગુરુ-ધર્મરત્નદાતાર, જે સમજે ઉપકારને, ધન્યતાસ અવતાર. જિનઆણા સમજાવવા, ઉદ્યમ કીધો લેશ, પણ આણા વિપરીત લખ્યું, માગું માફ અશેષ. ઠામઠામ આ ગ્રંથમાં ભૂલે તુમ દેખાય, સંતે સર્વ. સુધારસે, આશા એજ રખાય. જે સારૂં દેખાય તે, પૂર્વસૂરિ ઉપકાર, અસમંજસ, આણારહિત, મુજ અજ્ઞાન પ્રકાર. યાવતજિન શાસન રહે, સૂર્યોદ્ આકાશ, તાવત સૌ આ ગુન્થને, વાંચે એ અભિલાષ. પ્રભુવીર નિર્વાણથી, ચઊવીશ ત્રાળુ શાલ, શુકલ પક્ષ દશમી તિથી, મહિને માઘ રસાલ.
ભવભવ જિન દર્શન મલે, સાંભળવા જિનવાણ. ચરણ કમલ જિનસેવના, તે મુજ જન્મપ્રમાણ. વિજયભદ્રસૂરિશ્વર સુન્દર ગુરુ સુપસાષ, ચરણુવિજય રચના રચી જિનઅણા ગુણદાય
ઈતિ પ્રશસ્તિ સંપૂર્ણ

Page Navigation
1 ... 660 661 662 663 664 665 666 667 668 669 670