________________
૬૨૪
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ગૌણ બનાવી, આરંભજનક પ્રવૃત્તિ કરનારા, આજ્ઞાનું ખંડન કરનારા, સાધુઓ પણ, આજ્ઞા પાળનાર ગૃહસ્થ થકી ઉતરતા જાણવા. અર્થાત ગૃહસ્થ એવા ભવભીર શ્રાવકો થકી, અજયણાએ વનારા વેશધારી ઉતરતા જાણવા. ૭
જેના ચિત્તમંદિરને વિશે, પરમાત્મા જિનેશ્વર દેવની આજ્ઞાએ વસવાટ કર્યો હોય તેવા ભવના ભીરૂ આત્માઓ, ભલે પછી તે સાધુ હોય કે શ્રાવક હોય, તેમનામાં જ દેશવિરતિ કે સર્વવિરતિ ચારિત્ર પ્રાપ્ત થાય છે, ટકે છે, તે જ પામી શકે છે, સાચવી શકે છે. આજ્ઞા આવે જ નહીં. આવેલી નાશ પામે છે. વ્રતપચ્ચખાણ-પ્રતિજ્ઞા સંજમ ચારિત્ર રહે જ કેમ છે ૮ “નિધાનસમજીન આણુમાં, ગુણરત્નો સચવાય,
નિધાનનાશ થાય તે, ગુણગણ પણ ક્ષય થાય. કંચન કુંભ જિન આણમાં, વિરતી સુધા સચવાય,
જિન આણ આવ્યા વિના વિરતિગુણ નવ થાય. જિન આણુ માતા સમી, વિરતિ પુત્રી સમાન,
આણુવિણ તપત્યાગ ધર્મ જાણે જુઠ ડફણ.” નિચોડ એ જ કે આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર વિચાર કરે તે સમજાય કે હું આજ્ઞા પાળું જ નહીં તે, આમારું અનુષ્ઠાન કોના આદેશથી પ્રવર્તે છે એમ જરૂર ખ્યાલમાં આવે.
આ બધા વર્ણનેને સાર એ જ છે કે, વીતરાગદેવનાં વચનો-પૂર્વાચાર્યોનાં વચને, હજારો સંખ્યામાં રચાયેલા, અને હાલ જ્ઞાનમંદિરમાં સંગ્રહાયેલા, મહાપુરુષોની બુદ્ધિના ભંડારૂપ ગ્રન્થરત્નો, વંચાય, વિચારાય, અનુભવી મહાપુરુષોના અનુભવને સાથ લેવાય. પિતાના પૂર્વગ્રહો છોડવા ભાવના જાગે, આવાકાળમાં પણ જિનાજ્ઞા પ્રાપ્તિનું ભાગ્ય વિકાસ પામે.
ઈતિ શ્રાવકનાં છત્રીશ ક. મહજિણાણુ માણું સ્વાધ્યાય પાંચ ગાથાનું પ્રથમ દ્વાર, વીતરાગ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈનું, સક્ષેપ વિવરણ પૂર્ણ થયું છે. જ્યાં સુધી શાસનઅધિપતિ મહાવીરદેવનું શાસન
જ્યવંતુ વર્તે, ત્યાં સુધી ભવ્ય છ વડે વંચાતે આ ગ્રન્થ વિજ્યમાન રહે.
D