Book Title: Jineshwar Devni Aagna Yane Sachi Mansai
Author(s): Charanvijay
Publisher: Chimanlal Nathalal Gandhi

View full book text
Previous | Next

Page 654
________________ શહ વીતરાગદેવની આજ્ઞાની સ્પષ્ટ સમજણ કુદેવ-કુગુરુ-કુધર્મને ત્યાગ કરે. છદ્મસ્થજીવ પણ સમજવાને ખવી હોય તે સુદેવ, સુગુરુ, સુધર્મની પ્રાપ્તિ દુર્લભ નથી. આ સિવાય ગતાનગતિક સાધુ થાય, સમજવા ઉદ્યમ કરે જ નહીં. સમૂર્ણિમની પેઠે દાડીયાની પેઠે, ઘેટાંની પેઠે, સમૂચ્છિમ ધર્મ, દેખા દેખી ધર્મ, પ્રેરણા ધર્મ, જ્ઞાતિધર્મ, પરંપરાધર્મ, પાળનારા પરમાર્થના અજાણ છે, અનંતીવાર મનુષ્ય થયા, દ્રવ્ય જૈન થયા, દ્રવ્ય સાધુ થયા, ગોશાળાની પેઠે સંસાર વધારનારા થયા છે. વીતરાગદેવેની આજ્ઞાને શબ્દાર્થ, ૪૭૧મા પાના ઉપર બતાવ્યું છે. સાંભળવા ગ્ય સાંભળવું, વખાણવાયેગ્ય વખાણવું. ત્યાગવાયેગ્ય ત્યાગવું, આચરવાયેગ્ય આચરવું સામાન્ય અર્થ બતાવ્યા છે. ઘેડ વિસ્તાર્થ સમજાવી. આપણે ચાલુ વિષય પૂર્ણ કરીશું. પ્રશ્ન : સાંભળવાયેગ્ય સાંભળવું, વખાણવાયોગ્ય વખાણવું ઈત્યાદિ ચારે પદને વિશેષ અર્થ બતાવાશે નહીં તે. વીતરાગની આજ્ઞાનો અર્થ વખતે બદલાઈ જશે. માટે ચારે પદોને નિચોડ બતાવવો જોઈએ. ઉત્તર : સાંભળવાયેગ્ય, વીતરાગદેવ, અરિહંતો, અને સિદ્ધો, નિર્ગસ્થ ગુરુઓ, સૂરિ વાચક અને મુનિરાજે ધર્મ જીવદયામય, જ્ઞાન ક્રિયામય, સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રમય, દાન, શીલ, તપ, ભાવનામય, પાંચ મહાવ્રતમય, પાંચ આચારમય, છકાયજીની દયા અને રક્ષણમય, સાત નય-સપ્તભંગીની સમજણ અને આદરમય. અષ્ટપ્રવચન માતામય, નવબ્રહ્મચર્ય ગુપ્તિમય, દેશપ્રકાર યતિધર્મમય, અગિયાર અંગેની સમજણ, બારવ્રત, બારપ્રકારતપ, બારભાવનામય ધર્મને સાંભળ, તેને જ વખાણ. દેવ, ગુરુ, ધર્મ સિવાય કોઈ ચીજ સારી નથી, માટે વખાણવા યોગ્ય નથી. પ્રશ્નઃ આખી દુનિયા પોતપોતાના દેવ, ગુરુ, ધર્મને સારા કહે છે. તેમાં અને આપણામાં ભેદ શું? ઉત્તર ઃ બધા જગતના મનુષ્યના ધર્મો સંસારની મુખ્યતાએ ચાલે છે. ત્યારે જેનધર્મ મોક્ષ પ્રાપ્તિની મુખ્યતાએ જ કહેવાય છે. બધા ધર્મોનું રહસ્ય કેવળ પિતાના સ્વાર્થને ધ્યાનમાં રાખીને કહેવાયું છે. જેમકે આજીવિકા માટે કેઈપણ ધંધો કરવો તે પાપ નથી. તથા બાળબચ્ચાંને ઉછેરવામાં પણ ધર્મ છે. આવા કારણે, કસાઈઓ, શિકારીઓ, મચ્છીમારોને પાપ લાગતું નથી. મોટા ભાગના દેવ, ઋષિઓ, ઓલિયાઓ, બીશ, ફકીરે, માંસ ખાવામાં અધર્મ સમજતા નથી. જ્યારે જૈન ધર્મના દેવાદિ ત્રણેનું સ્વરૂપ પરમાર્થલક્ષી છે. ઝીણામાં ઝીણા જીવને મારે નહીં, એટલું જ નહીં મરવા દેવો નહી. બેભાનપણે પણ કઈ જીવ મરી ન જાય તેનાથી સાવધાન રહેવું. અને આ જીવદયા, અને બ્રહ્મચર્યને સાચવવા માટે જ અસત્ય બોલવું નહીં. ચોરી કરવી નહીં. ગમે તેવા સંગમાં પણ રાત્રીમાં ખાવું પીવું નહીં. આ બધા નિયમોમાં જીવદયાની જ મુખ્યતા છે.

Loading...

Page Navigation
1 ... 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670