________________
સ્વરૂપ હિંસા અને અનુબંધ હિંસાના ભેદ વિચારવા જોઇએ
તથા વળી આન ધનજી મહારાજ
**
“અમીયભરી મૂર્તિ રચી રે, ઉપમા ન ઘટે કેાય, શાન્ત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય, વિમલ જિન દીઠા લેાયણ આજ.”
૬૦૫
આવા ઉપકારી ચૈત્યા અને પ્રતિમાના દર્શન ખ'ધ થવાથી, અને અન્ય આગમગ્ર થા તથા આગમેાપરના વિવેચના તથા બીજા પણ, દ્વાદશાંગીમાંથી જ બનેલા હજારો ગ્રંથા તત્વા, લેાકપ્રકાશ, પ્રવચનસારાધાર, પાંચસ’ગ્રહ, કમ્મપયડી, કર્મગ્રથા, ક્ષેત્રસમાસા, સંગ્રહણીએ ભાષ્યા, કુલકા, શતકા, પ્રકરણા, ચરિત્રા, નિષ્ઠા, કાવ્યા, કાષા વગેરે ગ્રન્થરત્નાના, અપલાપ કરીને, તે તે મહાપુરુષાની નિન્દા કરીને, તેવા જ્ઞાની પુરુષાને જૂઠા ઠરાવીને, જ્ઞાનાવણી યાદિ આઠે કર્માના નિષિડ અંધ થાય તેવું ભયંકર પાપ કર્યુ છે.
આવા ઉત્સૂત્ર પ્રરુપક નિવાની, એળખાણ ન આપવી તે પણ ગુના છે. તેમના ભેાળા ભાવે વક્ખાણ થઈ જાય તેા પણુ, તેમના ઉત્સૂત્ર માર્ગનું પોષણ થઈ જાય છે.
પ્રશ્ન : ભગવાન વીતરાગદેવાની એવી આજ્ઞા છે કે, ત્રસ કે સ્થાવરની હિંસા કરવી નહીં. તેા પછી જિનાલયેા કરાવવામાં, સ ંઘા કાઢવામાં જિનપ્રતિમાની પૂજા કરવામાં, છકાયની વિરાધના થાય. તેના ઉપદેશ આપનાર અને ઉપદેશ ઝીલનાર જીવ, હિંસાના પાપના ગુનેગાર થાય ખરા કે નહીં ?
ઉત્તર : મહાભાગ્યશાળી આત્માઓ ? કમાવા માટે દુકાન કરનારને પહેલે ખર્ચા કરવા જ પડે છે. માટી આવકની ઇચ્છાવાળાને નાકર, ચાકર, રસોડું, દુકાના, વખારા, વ્યાજ, ઘાલખાઇ આવું બધું થાય છે, હાય છે, રાખવું પડે છે.
આપ મહાશયોને પણ માન્ય છે. એવા જિનેશ્વરપ્રભુનાં સમવસરણા થાય છે કે નહીં? એક ચેાજન ભૂમિ શેાધાય છે કે નહીં? છપ્પન દિક્ કુમારીઓની ભકિત માના છે કે નહીં ? ભગવાન જિનેશ્વરદેવની મેરૂપવ ત ઉપરની અભિષેક વિધિ જાણા છે કે નહીં? જિનેશ્વરદેવને રાજામહારાજાએ અને શેઠ શાહુકારા, હજાર કે લાખા મનુષ્યો વાંદવા, વ્યાખ્યાન સાંભળવા, વાહનેા વગેરેમાં બેસીને આવે કે નહીં? આ બધા સ્થાને વિરાધના ખરી કે નહીં ?
તથા આપના આગવા સ્થાનકમાગી ભાઈ એને પૂછીએ કે, આપના સાધુજી મહારાજ અને મહાસતીજી મહારાજો માટે. સ્થાનકે મને છે ? સે’કડા અથવા હજા૨ા ભાઈ એ બહેના વ્યાખ્યાન સાંભળવા દર્શન કરવા પધારે છે ? આ બધામાં ત્રસે અને સ્થાવરની વિરાધના થાય જ નહીં. એમ આપના આત્મા કબૂલ કરે છે ?
આપ પાતે આપના સમાજોમાં, જમણુ કરેા છે ? સંઘને જમાડા છે ? સાધુસાધ્વીને વાંઢવા જાએ છે ? આવનારને ફરજિયાત જમાડવા પડે છે ? આંખીલ એકાસણાં કરવા-કરાવવા રસેાઈ બનાવા છે ? આ બધા સ્થાનેામાં વિરાધના ખરી કે નહિ ?