________________
જ્ઞાન વગર ભાવ આવતું નથી. અને ભાવ વગરની ક્રિયાઓ ફલવતી થતી નથી. ૬૧૧ સે મીડા હોય, કે પછી હજાર મીંડાં હોય તો પણ નકામાં છે. ૦૦૦૦૦૦ | ૦૦૦૦૦૦૦ | ૦૦૦૦૦૦૦૦| આ બધાં જ મીંડાને કેઈપણ સંખ્યા તરીકે ઓળખાય જ નહીં. પરંતુ ૧ એક એકડો આગળ મુકવાથી દશલાખ; કોડ, દશક્રેડ, બેલાય છે. જેવાં મીંડા તેવી ક્રિયા સમજવી.
પ્રશ્ન : તપશ્ચર્યા, દાન, વગેરે ક્રિયાનું ફલ જ ન હોય તો કરવાથી ફાયદો શું? સામાયિક, પ્રતિકમણની ધર્મકિયાઓનું ફલ જ ન હોય એમ કેમ બને?
ઉત્તર : જ્ઞાનિભગવંતેએ “જ્ઞાનક્રિયાભ્યામ મોક્ષ” ફરમાવ્યું છે. જ્ઞાનવિનાને માણસ ક્રિયા કરે તેને સારા ભાવો આવે જ કેમ? બાપ વિના છોકરો જન્મે જ નહીં. જેમ એકલી રૂપાળી સ્ત્રીને પણ સંતાન થાય જ નહીં. તેમ 'જ્ઞાનવગરની એકલી ક્રિયામાં ભાવ આવે જ નહીં. જુઓ શાસ્ત્ર. क्रियाशून्यस्य यो भावो, भावशून्यस्य, या क्रिया । अनयोरतरं दृष्टं, भानुखद्योतयोरिव । उक्कोसं दव्वथुइं, आराहिय, जाइ अच्युयं जाव, । भावत्थवेण पावइ, अन्तमुहुत्तेण निव्वाणं ।।
અર્થ : ક્રિયા અને ભાવનો ભેદ સમજાવતા, જ્ઞાનીભગવંત કહે છે કે, ક્રિયા ખદ્યોતના કીડાના પ્રકાશ જેવી છે. અને ભાવ ભાનુના = સૂર્યના ઉદ્યોત જેવો છે. ક્રિયા હોય પણ ભાવ ન હોય તે, સંસાર ઘટતો નથી. અને ભાવવાળાને વખતે ક્રિયા ન હોય તે પણ કલ્યાણ થઈ જાય છે. સમ્યગ જ્ઞાનના અભાવે ઉજળા ભાવે આવ્યા નથી, માટે આત્મા મુક્તિ પામતો નથી.
જ્ઞાની મહાપુરુષે ફરમાવે છે કે, ઉત્કૃષ્ટ ક્રિયાને કરનાર (ભાવશૂન્ય) ગોશાળાની પેઠે, બારમા સ્વર્ગ સુધી પહોંચે છે. અને ઉત્કૃષ્ટ ભાવ આવી જાય તે, મહાપાપી અને અધમ આત્મા પણ, કેશરી ચોર ચિલાતી દાસીપુત્રાદિની પેઠે સ્વર્ગ અને મોક્ષગામી બને છે.
સુજ્ઞવાચકવર્ગ, આ સમગ્ર પુસ્તકનું લખાણ વાંચે તો જરૂર સમજાશે કે, ભગવાન વિતરાગદેવની આજ્ઞાની મુખ્યતાએજ બધું લખાણ લખાયું છે. નાની પણ ધર્મક્રિયા, યાને આરાધના વીતરાગદેવની આજ્ઞાને ધ્યાનમાં રાખ્યા વગર કરાય તે, લાભ ન પણ થાય અને વખતે વિરાધના પણ થઈ જાય. કહ્યું છે કે –
जिणाणाए कुणंताणं, सव्वं निव्वाणकारणं । सुंदरंषि सबुद्धिए, सव्वंभवनिबन्धणं ॥
અર્થ : જિનેશ્વરદેવની આજ્ઞાને ધ્યાનમાં રાખીને વીતરાગની આજ્ઞાને આદર આપીને જે ક્રિયા અનુષ્ઠાન, દાન, તપ, સેવા વગેરે બધું જ સારું છે. પરંતુ પિતાની બુધિથી કલ્પના કરીને કરેલું દેખાવમાં સારું જણાતું હોય તે સારું નથી.
એટલે નિચોડ એ જ કે આગમોને તથા નિયુકત, ભાષ્ય, ચૂર્ણિ, ટિકાઓ, અને