________________
કોઈ કાળમાં બધા જ પ્રમાદી હેય છે એમ કેમ માની શકાય એકનું જોઈ બીજાઓ સરસાઈ= અનુકરણ કરે છે. આવા હજારની કિંમતના કપડા કામળી લેનાર-આપનાર પિતાના જીવનની સફળતા દેખે છે.
પચ્ચીસ વર્ષ પહેલાં સાધુઓ કે સાધ્વીજીઓ, સંખ્યાને ત્રીજો ભાગ, ચોથે ભાગ તપશ્ચર્યા કરતા હતા, બારેમાસ એકાસણું છેવટ બેસણાં કરનાર સત્તર એંસી ટકા પણ હોવા સંભવ હતો. દશ તિથિ–પાંચતિથિ મુસ્કેલ રહેનાર માં જ ગણાતો હતો. આજે આંબીલ, એકાસણું, બેયાસણું, દશવીશ ટકા હોય, તેવા ભાગ્યશાળીઓ ધન્ય ગણાય છે. ઘણું મેટા જાહેર પુરુષને, તપની સાથે લગભગ અણબનાવ જેવું થવા લાગ્યું છે.
સો પચ્ચાસ વર્ષ પહેલાં, સુશ્રાવકોના ઘરમાં પણ, જે વસ્તુ આવી શકતી નહીં, આવી ચીજો આજકાલ સાધુ સમાજના વપરાશમાં પેસવા લાગી છે. નિર્દોષ આહારના બહાને, સાધુઓને વહરતા જોઈને, શ્રાવકમાં અભક્ષ્ય વસ્તુઓ વાપરવાને ભય પણ નિર્મુલ બનતે જાય છે. મેટું મુકામ પડે તે પાસેના નાના નાના મુકામેને પણ પાડી નાખે, અથવા નુકસાન પહોંચાડે છે.
આજકાલ સેવાઈ રહેલા આહારના, પાણીના દીવાબત્તીઓના, પુંજવા પ્રમાર્જવાના, નોકરે રાખવાના, નવવાડોના ભંગના અપ્રમાણ દોષે, પ્રવચન માતાના આદરનો અભાવ, આ બધું અમારી પામરતાનું પ્રદર્શન જ છે.
પ્રશ્ન : શું આ કાળના બધા જ સાધુ–સાદેવી આરાધનામાં બેદરકાર હશે?
ઉત્તર : એમ કેમ કહેવાય? આવું બેલતાં પણ ઉત્સુત્ર દેષ લાગે, શ્રી સંઘની મહાન–આશાતના લાગે. આ કાળમાં દશ-વશ ટકા મહાપુરુષો સાધુ-સાધ્વી, એકદમ ઉચ્ચ ચારિત્ર પાળનારા પણ દેખાય છે. મહાવ્રત શુદ્ધ પ્રવચન, માતાને આદર, પાપને ભય, ખૂબ સાંકડું જીવન, બારેમાસ બેસણું, એકાસણાં, વર્ધમાનતપ, વર્ષીતપ, તિથિઓના ઉપવાસ ચાર પાંચ વિષયના ત્યાગ, જાવજીવ, ફુટ–કેરી, મેવા, પકવાન, ત્યાગ, દિવસભરમાં આઠદશ, બાર, ચૌદ કલાકને સ્વાધ્યાય, ઘણું મટે જાપ, કીર્તિ મેટાઈને અભાવ.
આવા બધા પ્રકારને વધુ એછો પણ આરાધના માર્ગ સાચવી રાખનારા ત્રીસ-ચાલીસ ટકા હોવાનો અનુભવ દેખાય છે, સંભળાય છે.
પ્રશ્ન : કઈ ન કરે, નેપાળ, મરજી પ્રમાણે વર્તે, રહે, એમાં આપણે શું? ઉત્તરઃ ઉપકારી મહાપુરુષોની ભલામણ વાંચવા,વિચારવા, સમજવા યોગ્ય છે. જુઓ.
विधिकथनं विधिरागो, विधिमार्गे स्थापन विधीच्छनां । अविधिनिषेधश्चेति प्रवचनभक्तिः प्रसिद्धा नः ॥ १ ॥ विहिसारं चिअ सेवइ, सद्धालू सत्तिमं अणुट्ठाणं ।। दवाइदोनिहओवि, पक्खवायं वहइ तम्भि ॥ २ ॥