Book Title: Jineshwar Devni Aagna Yane Sachi Mansai
Author(s): Charanvijay
Publisher: Chimanlal Nathalal Gandhi

View full book text
Previous | Next

Page 644
________________ પ્રાણિ માત્રની ધ્યાના પરિણામવાલાને પણ સ્વરૂપ હિંસા લાગી જાય છે. ૦૯ તે આજે મને મળ્યા છે. આજે આવા મોટા તપસ્વીને, પારણાને ચેાગ્ય, નિર્દોષ આહાર મળ્યેા છે. આહારના વહેારાવનારની ઉદારતા પણ ગજબ હતી. છતાં હું નપુણ્ય આત્મા સેવાથી લાભથી વંચિત રહીશ. ખરેખર મને મેાટા અંતરાયના ઉદય થયા છે. આહાર વિનાશ પામશે. મહામુનિરાજને પારણું થસે નહિ તેથી મને મોટા લાભ પલટાઈ, અંતરાય અધારો. આવા વિચારામાં, વીરભદ્ર મુનિની ચક્ષુએમાંથી, આંસુધારા વહેવા લાગી છે. તેટલામાં ભિકતના રસમાં, તરબેાળ અનેલા વીરભદ્રમુનિના પુણ્યાદયથી આકર્ષાયેલા, લવણુસમુદ્રના સ્વામી, સુસ્થિત દેવ ત્યાં આવ્યા. અને પાણીના પુરમાં માર્ગ કરી આપ્યું. પાણીનુ' પૂર અદૃશ્ય થઈ ગયું. મુનિરાજ ગેાચરી લઈ વસતિમાં આવ્યા. આચાર્ય ભગવાન મુનિચંદ્રસૂરિમહારાજને પારણુ થયુ. અહિ' વીરભદ્રમુનિને, ભક્તિભાવના પ્રકથી તીથંકર નામકમ નિકાચિત બંધાયું. નદીના જલની હિંસા જરૂર હતી. પરંતુ આ જગ્યાએ આરાધનાની જ મુખ્યતા સમજવી. અપકાયની અસંખ્યાતા જીવેાની હિં સાથકી પણ, તપસ્વી ભક્તિના લાભ ઘણા છે. માટેા ઇતિ. પ્રશ્ન : પ્રતિમાને માનવી અથવા ન માનવી. તથા દેવદ્રવ્ય માનવું કે ન માનવું. આવા નજીવા કારણેા ધરીને સમાજમાં, છિન્નભિન્નતા સજાવવી, આ શું વ્યાજબી ગણાય ? ઉત્તર : ભાગ્યશાળી જીવ? જગતભરમાં ધર્મના જ કારણે જ્ઞાતિએ અને વાડા બન્યા છે. આય –અનાય, હિંદુ-મુસલમાન, બૌધ્ધ, કૃન વગેરે અનેક ભેદો થયા છે. ચાલે છે. ઘણા લોકો હિંસાને ધર્મ માને છે. દેવીએ પાસે પ્રાણીઓની કતલેા થાય છે. ચડમારી, કાલી, મહાકાલી, વગેરે દેવીઓના મંદિરા, ખારેમાસ લેાહી અને માંસના ઢગથી વ્યાપ્ત રહે છે. આ બધા પશુ ધર્મના કારણે જ જુદા પડયા છે. હજારો જૈન. ને વૈષ્ણવે અને સ્વામીના રાયણા થઈ ગયા છે. આવા બધાએમાં કેટલાકે અત્યારે પણ પેાતાને સંઘવી તરીકે લખે છે. સ્થાનકવાસીઓમાં પણ ઘણા જૈનાની સઘવી અટક છે. આ બધા ભૂતકાળમાં મૂર્તિ પૂજક જૈન હતા. એમ નકી થાય છે. પ્રશ્ન : સંધવી હોવાથી તેઓ ભૂતકાળમાં જૈન હતા એમ કેમ માની શકાય ? ઉત્તર : જૈનશાસનમાં, શત્રુંજયાદ્વિ તીર્થોની યાત્રા કરવા જનાર્ શ્રીમતે સાધુઓને, સાધ્વીઓને તથા સેંકડા હજારા કે લાખા, જૈન શ્રાવક-શ્રાવિકાઓને પેાતાને ખર્ચે યાત્રા કરવા સાથે લઇ જતા હતા, આવા સદ્યા પગે ચાલીને જતા હેાવાથી છરી પાળતા ચાલે છે. હમણાં પણ આ રિવાજ ચાલુ છે. આવા તી યાત્રાએ લઈ જતા મહાશયા, સંઘવી કહેવાયા છે. હમણાં કહેવાય છે. પ્રશ્નઃ છરી એટલે શું ? આવા સઘા આ કાળમાં કાઢનારાઓના નામ હાય તા બતાવા ? ७७

Loading...

Page Navigation
1 ... 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670