________________
સ્વરૂપહિંસા હોવા છતાં, ભાવના, મહા પુણ્ય અને કર્મક્ષયનું કારણ થાય છે. ૬૦૭ રામ અને રાવણની લડાઈમાં, રામની લડાઈ ન્યાયવાળી હતી. સીતાજીને પાછાં લેવા માટે હતી. રામચંદ્રજી મહારાજ લડાઈ ન કરે તે, સતીનું શીલ જાય, આબરૂ જાય માટે કરવી પડી છે. રાવણની લડાઈમાં અન્યાય છે. તે જ પ્રમાણે પાંડેની લડાઈ, પિતાનું પાછું વાળવા માટે હતી, અને કૌરવોની લડાઈ પાંડેનું પચાવી પાડવા માટે હતી.
પ્રભુશ્રી મહાવીર સ્વામીને, ગેવાળીયાઓએ કાનમાં ખીલા નાખ્યા ત્યારે, પ્રભુજીને પીડા ખૂબ થઈ હતી. પરંતુ જ્યારે ખીલા કાઢવામાં આવ્યા ત્યારે, જે પીડા થઈ તે ખૂબ અસહ્ય હતી, મેરૂ પર્વત જેવા ધીર. અને હજારો લાખ દેના બળ થકી વધી જાય તેવા બળવાળા. પ્રભુ મહાવીરે, ખીલા કાઢતાં ચીસ પાડી હતી, ચીસના અવાજે ફેલાયા ત્યાં ભયંકરતા સર્જાઈ હતી.
ગોવાળીઆઓમાં રૌદ્ર ધ્યાન હતું માટે મરીને નરકે ગયા. ત્યારે વિદ્યા અને વણિક (ખીલા કાઢનારા) મરીને સ્વર્ગે ગયા છે. ખીલા કાઢતાં પ્રભુજીને દુખ થશે જ, એમ સમજીને કાઢયા હતા. પરંતુ ખીલા કાઢવામાં પ્રભુજીની ભક્તિ હતી. કાઢનારના અધ્યવસાય ઉજળા છે. કાઢવાની ક્રિયા એકાન્ત ભક્તિ જ છે.
આ સ્થાને સાતમા તપસ્વીપદની આરાધના કરનાર મહાપુરુષ વીરભદ્રશેઠની કથા.
જ્યારે ચૌદમા જિનેશ્વરદેવ અનંતનાથ સ્વામી છદ્મસ્થપણે, વિચરતા હતા. તે કાળમાં એક શહેરમાં, જિનદાસ નામને અતિ અલ્પધની શેઠ રહેતે હતો. તેની દાન શ્રદ્ધા અજોડ હતી. તેથી બારેમાસ સુપાત્રદાનનો લાભ લેવા ચૂકતે નહીં. તેની દાનશ્રદ્ધાનું વૃક્ષ ખૂબ ફાલ્યું હતું. અને તેનું એવું અપૂર્વ પરિણામ આવ્યું કે એકવાર ભગવાન અનંતનાથ સ્વામી સ્વયં વહોરવા પધાર્યા. જિનદાસના પુણ્યવૃક્ષે સમકાળે ફળવાન બની ગયા.
જિનદાસ શેઠને પણ, શ્રેયાંસકુમારની પેઠે, ધનાવહશેઠની પેઠે, નયસારની પેઠે, રેવતીશ્રાવિકાની પેઠે, ચંદનબાલાની પેઠે, પ્રભુજીને જોઈ ખૂબ જ હર્ષોલ્લાસ થયે. ખૂબ ચડતા પરિણામે પ્રભુજીને પડિલાભ્યા. પંચદિવ્ય થયાં. સાડીબાર કોડ સુવર્ણની વૃષ્ટિ થઈ આખી જીંદગી દાનની અનમેદના, અને સાત ક્ષેત્રોની અવિરત સેવામાં, દેવગતિ પ્રાયોગ્ય શુભ કમ બાંધી, સાત સાગરના આયુષે, પાંચમા સ્વર્ગે દેવ થયા. ચૌદમા અને અઢારમાં તીર્થકરનું આંતરૂં પણ સાત સાગરોપમનું છે.
ત્યાંથી ચ્યવને, અઢારમા અરનાથ સ્વામીના તીર્થકાળમાં, આ ભરતક્ષેત્રમાં વિશાળ નગરીના મહદ્ધિશ્રાવકના ઘેર જન્મ થયે. વીરભદ્ર નામ થયું. ત્રણ કન્યાઓ સાથે લગ્ન થયાં. તેમાં પહેલી પદ્મિની ખંડનગરના સાગરદત્તની પુત્રી પ્રિયદર્શના, બીજી સિંહલદ્વીપના રત્નાકર રાજાની પુત્રી અનંગસુંદરી, તથા ત્રીજી વૈતાઢય પર્વત ઉપરના રત્નવિદ્યાધરની પુત્રી રત્નપ્રભા હતી. '