________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આપના સમાજમાં રહેલા, સાધુ કે મહાસતી, કાળધર્મ પામે તે, તેમની સ્મશાનયાત્રા કાઢે છે ? ગામના પરગામના હજારો માણસો સાધુના મડદાને અડકે છે ? અગ્નિદાહ આપે છે ત્યારે શું છકાયની વિરાધના થતી નથી ? પછી અટકેલા સ્નાન કરે કે નહિ. જે સ્નાન કરો તો અપકાય અને ત્રસકાયની વિરાધના ખરી કે નહિ?
ભાઈઓ લાભના અથી પણ જયણાથી પ્રવૃતિ કરે તે વિરાધના થાય છે. પરંતુ વિરાધક ભાવ થતું નથી. અનિકાપુત્ર આચાર્ય, નદી ઉતર્યા છે. એમના શરીરનું લેહી પાણીમાં ભળ્યું છે. અપકાય સાથે ત્રસની પણ મોટી વિરાધના થઈ છે. ઇરિયાવહી પડિકમ્યા નથી. પરંતુ ભાવના રુઢ થઈને, કેવલ જ્ઞાન પામીને મોક્ષમાં ગયા છે.
પ્રભુ મહાવીરસ્વામી પણ નદી ઉતરતા હતા. કંબલ-શંબલ દેએ પ્રભુજીની ભક્તિ કર્યાનું વર્ણન છે. અપકાયની હિંસાનું વર્ણન નથી. આ નૌકાના રક્ષણ વખતે અપકાયની હિંસા અને પ્રભુની ભક્તિ બેની હાજરી હોવા છતાં, પ્રભુભક્તિને લાભ જ છે. હિંસાનું પાપ નથી. ચિત્તના વ્યાપારની મુખ્યતા છે.
પ્રશ્ન : તે પછી રહેવા માટે મુકામ = બંગલા કે દુકાને બનાવવામાં આરંભે લાગે છે અને દેરાસરે કે ઉપાશ્રય બંધાવવામાં પાપ નથી લાગતું એમ જ ને ?
ઉત્તર : જેને જેટલી જેની જરૂર, હોય તેને તે વસ્તુ કરવી પડે છે. પરંતુ પાપને ભય રાખીને, જયણ સાચવીને થાય, તેટલું પાપ ઓછું લાગે છે. પરંતુ એકમાં કેવળ ખર્ચ જ હોય છે. બીજામાં કેવળ આવક જ હોય છે. મુંબઈ જેવા શહેરમાં, ઘરની જગ્યાના વીસ હજાર લાગે ત્યારે તેટલી જ જગ્યાના દુકાનના લાખ રૂપિયા બેસે છે. ઘરના વીસ હજાર ખરચવામાં, આવક નથી, કેવળ ખર્ચ જ છે. ત્યારે દુકાનના લાખ ખર્ચ કરવાથી, ખર્ચ કરતાં અનેક ગુણી આવક નજરે દેખાય છે. આ સ્થાને બંગલા અને ધર્મસ્થાનમાં પાપ-પુણ્યની આવક જાવકનો ભેદ સમજવો.
અહિ ઉપાશ્રય અને જિનાલયમાં, આરંભ જરૂર લાગે છે. પરંતુ જયસુવાળા આત્માને પાપ ઓછું લાગે છે. કુમારપાલ રાજાના ઘેડાનાં પલા, પુંજણીથી પુંજાતાં હતાં અને શત્રુઓ સાથે લડાઈમાં, હજારે માણસો અને હાથી-ઘોડા પશુઓ કપાઈ જતા હતા. ત્યારે એક જૈન ધર્મના વિરોધીઓ કટાક્ષ કર્યો છે. ઝીણું જીવોને બચાવવા અને માણસહાથી-ઘોડાઓને કાપી નાખવા. આ તે ધર્મ કે દંભ શું સમજવું?
અહિ કુમારપાલને ઉત્તર ઃ રાજ્યનું રક્ષણ કરવાથી. રાજ્યમાં રહેનારી રૈયતના જાન-માલનું રક્ષણ થાય છે. સતી નારીઓના શીલનું રક્ષણ થાય છે. માતા, ભગિની, પત્ની, દીકરીના શીલનું રક્ષણ થાય છે. લોકોને ધર્મભ્રષ્ટ થતા, સ્થાનભ્રષ્ટ થતા, પરિવારભ્રષ્ટ થતા બચાવવા. રાજાઓને નછૂટકે લડાઈ કરવી પડે છે. શત્રુઓથી નિર્ભય રહેવા સૈન્ય રાખવું પડે છે.
લડાઈ પણ બે પ્રકારે થાય છે. એક રાજા બીજાનું રાજ્ય, લક્ષ્મી, પત્ની, પુત્રી કે સત્તાને આંચકી લેવા લડાઈ કરે છે. બીજે પિતાના બચાવ માટે નિરૂપાય લડવા જાય છે.