________________
સ્થાનક માગી સાધુ-સાધ્વીના આચારે જોત્પતિનું કારણ બને છે. ખીચડી, દાળ વગેરે રાંધેલાં રાતવાસી, જેનેને વપરાય નહીં. રોટલી-રોટલા પણ સેકેલા તદ્દન શુષ્ક હોય, તેવા જ શ્રદ્ધાળુ જેને વાપરે છે. પરંતુ સ્થાનકવાસીઓ વાસી રસોઈને વાપરે છે. વહેરે છે. દેષ સમજતા નથી.
૧૩. બીજી પણ અભક્ષ્ય વસ્તુઓની સ્થાનકવાસી સમાજમાં, સમજણ ન હોવાથી સજીવ-નિર્જીવ (સચિત્ત-અચિત્ત)ને વિવેક સચવાતો નથી. સચિત્ત જળ બરાબર અચિત્ત બને છે કે કેમ? સાધુ સમાજ કે શ્રાવકસમાજ, આ વિષયમાં પૂરતા સમજણ નથી.
૧૪. ઋતુવતી નારી, કુમારી હોય કે પરણેલી હોય, અગર વિધવા હોય, કે સાધ્વી હોય, પરંતુ સંપૂર્ણ અપવિત્ર ગણાય છે. એમ આપણે જેને અને હિંદુ સમાજ બરાબર સમજે છે. તથા બુદ્ધિમાન શાણા સમાજમાં, આ વિધાન બરાબર અમલમાં હતું, હોય છે, હાલ પણ સચવાય છે. હિન્દુ ઉચ્ચ વર્ણની સ્ત્રીઓ, ચોવીસ પ્રહર બહાર બેસે છે. છેટી બેસે છે.
પરંતુ સ્થાનકમાગી સમાજમાં, સાધ્વી સમાજ, ચોવીસ પ્રહર ઋતુધર્મ પાળતો નથી. સૂત્રો વાંચે છે. વંચાવે છે. વ્યાખ્યાને વાંચે છે. અભેદ આવશ્યક ક્રિયા કરે છે. કરાવે છે.
ઋતુવતી નારી ઘરમાં રસેઈ કરી શકે નહીં. ઘરનાં ખાન-પાન–વસ્ત્રો-ગાદલાં કેઈપણ ભાજન–રાચ-રચિવું હોય તેને ઋતુવતી બાઈ અટકે જ નહીં. વડી-પાપડ સુકવેલાં હોય તે, તુવતીની છાયા પડે તે બગડી જાય છે. આવો વિવેક સ્થાનકવાસી સાધ્વીઓ જાણતી નથી.
ઋતુધર્મ નપાલ, વીસપ્રહર છેટા ન બેસવું. પુસ્તિકાદિકને અટકવું, ધર્મના પુસ્તકો વાંચવાં, ધર્મક્રિયા કરાવવી, આ બધું જ ધર્મ વિરુદ્ધ છે. અને સમાજ વિરુદ્ધ છે. દેશાચાર વિરુદ્ધ છે. પરંતુ સ્થાનકવાસી મહાસતીઓ કુટેલા ગુમડાની ઉપમા આપી, ધર્મ વિરુદ્ધ વર્તે છે.
૧૫. તથા વચમાં બસો-ત્રણસો વર્ષ એવા ગયા કે, સ્થાનકવાસી સાધુઓ અને મહાસતીઓ, રાત્રિમાં, ઉપાશ્રયમાં, ચૂને નાખેલું અચિત્ત જળ રાખતા નહોતા. તેથી આ કાળના આપણાં આવાં છેઠાં સંઘયણવાળા માણસોને, વખતે રાત્રિમાં હાજતે જવું પડે તે, ઝાડે જવાની હાજત થાય છે, શરીરની અપવિત્રતા દૂર કરવાનું સાધન શું?
રાત્રિમાં ઉપાશ્રયમાં અનિવાર્ય કારણે અચિત્ત જળમાં ચૂનો નાખીને, રાખવાનો રિવાજ ન હોય તે, શરીરની હાજત મટાડીને, અપવિત્ર શરીરે, સંથારામાં (શય્યામાં) કે આસન ઉપર, સૂઈ બેસી શકે જ નહીં, તે પ્રતિક્રમણ પણ કેમ કરી શકે? સ્વાધ્યાય કે જાપધ્યાન કેમ કરી શકે ? શું આ રિવાજ સ્થાનકવાસી મહારાજે કે મહાસતીઓ ચાલુ રાખતાં હોય તે વ્યાજબી છે ?