________________
૫૯૮
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પુષ્પની માળા કયારે પણું કરમાતી નથી. અને દેવે જમીનથી ચાર આંગુલ અદ્ધર ચાલે છે.
આ ગાથા ભવિષ્યમાં તેને પ્રાણ બચાવનાર બની છે. આ ગાથાથી તેના અનાચાર છૂટી ગયા હતા. આજ ગાથાથી તેનું ચેરીના પાપથી દુગતિ ગમન પલટાઈને, સુગતિગમન નકી થયું હતું. ગુડે મટીને સજજન થયો. આ બધો પ્રભાવ વીતરાગની વાણુને છે.
આ સ્થાને અજ્ઞાની લેહખુરા ચોરે, હિતબુદ્ધિથી પિતાના પુત્રને, અવળો માર્ગ બતાવીને, ચોરી જેવા અનાચારના માર્ગને ટકાવી રાખવા, અથવા ચોરીની પરંપરાને, સાચવી રાખવા માટે, અમૃત થકી પણ અતિ મીઠી, અને સર્વ રોગને નાશ કરનારી પણ શ્રીવીતરાગદેવની વાણી સાંભળવાની પણ ના કહી હતી. તેમ દર્શનાન્તરીકેએ અને, લૉક જેવા નિન્હાએ, રોહિણીયા જેવા અજ્ઞાની જીવમાં, મિથ્યાત્વની પરંપરા ચાલુ રાખવાને પ્રયાસ કર્યો છે.
પ્રશ્નઃ માતાપિતા કે ધર્મગુરૂ હિતબુદ્ધિથી શિખામણ આપે તેમાં પાપ લાગે ખરૂ?
ઉત્તર : જેમ કોઈ માણસની પછવાડે, મારી નાખવા માટે કઈ સિંહ દોડી આવતો હોય ત્યારે, ભય પામેલે માણસ બચાવને રસ્તો પૂછે. તેને, પાણીથી ભરેલા કૂવામાં પડવાની સલાહ આપનાર ઉપકારી, વાસ્તવિક ઉપકારી નહી પરંતુ સિંહવાઘથી પણ ભયંકર દુશ્મન જ ગણાય. તેમ ચાલુ ભવના અતિ અ૫ દુઃખો મટાડવા, અથવા અ૫કાલીન સુખ મેળવવા માટે, હિંસા અને ચેરી વગેરે કુકર્મો કરવાની સલાહ આપનારા, માતાપિતા કે ધર્મગુરૂઓ પણ, સુખના સહાયક કે દુઃખના નાશક નથી. પરંતુ વાસ્તવિક અનંતે સંસાર રખડાવનારા છે.
પ્રશ્ન : ધર્મગુરૂ સંસાર વધારનારા બને એ કેમ માની શકાય?
ઉત્તર ઃ હિંસા-જુઠ અને ચોરી, વગેરે અઢાર પ્રકારના પાપ આચરવાથી જીવને મહાકર્મ બંધાય છે. કર્મો બંધાવાથી જીવને નરકાદિ કુગતિઓમાં પરિભ્રમણ વધે છે. આવાં હિંસા જુઠ ચેરીઓ વિગેરે શિખવાડનારા, માતાપિતા ઉપકારી નથી પણ અજ્ઞાની જીવના કટ્ટર દુશમન છે.
પ્રશ્ન : ધર્મગુરૂઓ હિંસા કરવાના કે ચેરીઓ કરવાના ઉપદેશ આપતા નથી. તેઓ તે શાસ્ત્રોના આધારે ઉપદેશ આપે છે ને?
ઉત્તર ઃ શાના આધારે ધર્મને ઉપદેશ આપનારા ધર્મગુરુઓ તે, ભવભવના ઉપકારી ગણાયા છે. તેમના ઉપકારને બદલે વળ પણ અશક્ય છે. કહ્યું છે કે,