________________
ગીતાર્થના હાલે પીવાયેલું ઝેર લાભકારી છે, અને મૂર્ખની સુધા રોગ વધારે છે. પ૯૯
“સમક્તિ દાયક ગુરૂતણ, પચ્ચયાર ન થાય,
ભવડાડે કરી, કરતા સર્વ ઉપાય.” ૧ પરંતુ લેક નિન્હવે તે, ગજબ કરી નાખે છે. વાચે શાસ્ત્ર–
अगीयत्थस्स वयणेण, अमीयं पि न घुटए।
गीअत्थस्स वयणेण, विस हालाहलं पीबे ॥१॥ અર્થ : અગીતાર્થના વચનથી અમૃત પણ પીવું નહીં, અને ગીતાર્થના વચનથી ઝેર પીવાનું કહેતે નિર્ભય પી લેવું. કારણ કે ખોટ વૈદ્યને ડાળ બતાવનાર, અથવા સુંઠના ગાંગડે ગાંધી બનેલા વિદ્યાના વચનથી, અમૃત પીવાય તો પણ રોગો વધે છે. અને ચિકિત્સા શાસ્ત્રોના અને ઔષધીના કલ્પના પારગામી, વિદ્યાના હાથે સેમલ ખવાય તો પણ અવશ્ય રોગ નાશ પામે છે.
કાંટો પણ મૂરખ કને, કઢાવતાં દુ:ખ થાય, પંડિત પાસે પાદ પણ, કપાવતાં સુખ થાય” !'“રોગનિદાન, ઔષધગુણ, સમજુ વૈદ્ય ગણાય,
રોગીને સમજ્યા પછી, પ્રયોગ સફળ થાય” તે જ પ્રમાણે ગુરુગમથી ધર્મના મર્મને સમજેલા હોય, સૂત્રાર્થતદુભયના પારને પામેલા હોય, ગુરુઓ દ્વારા પરીક્ષામાં પાસ થયેલા હોય, તેવા ગીતાર્થ પુરુષોના ઉપદેશથી, સાંભળનારા જીવોનું કલ્યાણ થાય છે. સંસાર ટુંકે થાય છે. તેવા ગુરુઓ પિતાનું અને આશ્રિતનું કલ્યાણ કરી શકે છે. પરંતુ પિતાની જાતે સ્વચ્છેદે પુસ્તકો વાંચી, મનફાવતા અર્થ કરીને, ઉપદેશના આપનારા, બીચારા પત્થરની નૌકા જેવા, પોતે બુડે છે. અન્યને બુડાડે છે. જુઓ.
ગીતાર્થવિણ જે ઉગ્રવિહારી, તપિયા પણ મુનિ બહુલસંસારી અલ્પાગમ તપ કલેશ તે જાણો. ધર્મદાસ ગણી વચન પ્રમાણે છે ૧ છે પ્રશ્ન : ધર્મને ઉપદેશ દેવામાં પણ પાપ લાગે ખરું?
ઉત્તર : શાના મર્મને સમજ્યા ન હોય, તથા સભાને, શ્રોતાને, દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવને, સમજ્યા વગર ઉપદેશને અનર્થ પણ થાય છે. શાસ્ત્રોને રહસ્યને સમજ્યા પછી, જીને સમજીને, અવસરને ઓળખીને, ઉપદેશ દેવાથી, લાભ થાય. ન થાય. તૈપણ નુકસાન થાય નહીં.
એક કથા : એક નિદાનના જાણકાર વૈદ્યરાજે જ્વર(તાવ)ના સરખા પ્રમાણને જાણવા છતાં, બને રોગીને ૧૦૫ ડીગ્રી તાવ હોવા છતાં, એકને ત્રણ દિવસ લાંઘણ કરવા