________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
ફરમાવ્યું, અને બીજાને ત્રણ દિવસ પૌષ્ટિક ખોરાક લેવા સૂચના કરી. બંનેના રંગ સરખા હોવા છતાં, નિદાન જુદું હતું. વૈદ્યરાજની સૂચના અનુસાર બને રેગી સાજા થયા.
આ વૈદ્યની પાસે બે મૂર્ખ બેઠા હતા. બંને જણાયે વૈદ્યરાજને પૂછ્યા સિવાય, શાને અભ્યાસ કર્યા સિવાય, દવાખાનાં શરૂ કરી દીધાં. એક જણાયે ફક્ત પૌષ્ટિક ખેરાક ખવડાવીને રોગ મટાડવાને, અને બીજાએ લાંઘણ કરાવી, તાવ ઉતારવાને, ધંધે શરૂ કર્યો. હજારો મરી ગયા.
પ્રશ્ન : ઉપરના વૈદ્યરાજે કર્યું તેમ કરવા છતાં અવળું કેમ થયું?
ઉત્તર : દેખાદેખી કરવી તેનું નામ જ સૂઇ છે. પ્રથમના વૈદ્યરાજ નાડી વૈદ્ય હતા. રેગીની નાડ જોઈ, રેગનું કારણ સમજી લેતા હતા. એક જણને મહાઅજીર્ણના કારણે તાવ આવેલો હોવાથી, તેને લાંઘણ કરાવી, અજીર્ણ મટાડયું. તાવ ઉતરી ગયે. બીજાને અપ્રમાણ મુસાફરીના પરિશ્રમથી, તાવ ચડે હતે. તેને વિશ્રાન્તિ અને ખોરાક મળવાથી, નબળાઈ નાશ પામી. તાવ ઉતરી ગયે.
પ્રશ્ન : ઉપદેશ કણ આપી શકે?
ઉતર : ગીતાર્થ ભાવાચાર્ય. જૂઓ આગમ પાઠ. गीय भणह सुअं अत्थो तस्सेव होइ वक्खाणं। उभयेणय संजुतो सो गीअत्थो मुणेअन्वो ॥१॥
ગીત એટલે સૂત્ર બીજે સૂત્રને અર્થ, સૂત્ર અને અર્થ બેને સમજે તે જ ગીતાર્થ કહેવાય. સૂત્ર-અર્થ-તદુભયને સમજીને ઉપદેશ દેનારને ઉત્સુત્ર દેષ લાગે નહીં.
નિશ્ચય વળી વહેવારને, ઉત્સર્ગ અને અપવાદ,
સમજી દે ઉપદેશ તો, બને નહી બકવાદ.” પ્રશ્ન : સત્રથી વિરૂદ્ધ બોલાઈ જાય છે. પાપ લાગે ખરું?
ઉતરઃ પાપ નહી મહાપાપ લાગે છે. જૂઓ.
તમે પણ જેમને ગિરાજ તરીકે ઓળખે છે તે જ આનંદઘનજી મહારાજના વચને શું કહે છે વાંચે.
“પાપ નહી કોઈ ઉત્સુત્ર ભાષણ જસ્ય, ધર્મ નહીં કઈ જગ સૂત્ર સરિખ સૂત્ર અનુસાર જે ભાવિક ક્રિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પર. ૧ !