________________
૫૮૭
શ્રીસ્તંભન પાર્શ્વનાથસ્વામીની પ્રતિમાને ઈતિહાસ અને પ્રાચીનતા
ઉત્તર : ત્યારપછી અભયદેવસૂરિમહારાજને કોઢનો રોગ થયે હતે. તે માટે અનશન કરવાના હતા. પરંતુ તેમના ચારિત્રપ્રભાવથી પદ્માવતીદેવી પ્રકટ થયાં. તેમણે પાર્શ્વનાથસ્વામીની પ્રતિમા (નાગાર્જનયોગીએ જમીનમાં પધરાવેલી) સૂરિમહારાજને આપી. આ બધું વર્ણન. આ પુસ્તકના ૧૨૫ થી ૧૩૪ સુધીના પાના ઉપર આવી ગયું છે.
તેજ પાર્શ્વનાથસ્વામીની પ્રતિમા આજે ખંભાતનગરમાં પૂજાય છે. પહેલાં આ નગરનું સ્તંભનનગર નામ હશે, કારણ કે શાસ્ત્રો અને ઇતિહાસમાં, ખંભાતને સ્તંભન તરીકે ઠામઠામ વર્ણવેલું જોવા મળે છે. આથી ઉપરને નાગાર્જુન એગીને અને પાર્શ્વનાથ સ્વામીની પ્રતિમાને, ઉપર મુજબને ઇતિહાસ સત્ય ઠરે છે.
પ્રશ્ન : આ પ્રતિમા કેટલા વર્ષ પહેલાંની પુરાણી હશે?
ઉત્તર : હાલ ખંભાતનગરમાં પૂજાતી અને અનેક જૈનઇતિહાસમાં ગવાએલી સ્તંભન પાર્શ્વનાથ સ્વામીની પ્રતિમાને, ઓછામાં ઓછા નીચે મુજબ વર્ષો થયાં સમજાય છે.
શ્રીકુષ્ણુનાથસ્વામીના તીર્થ તદન પ્રાન્ત ભાગ લેવાય તે પણ, અઢારમા અને એગશમા જિનેટવરદેવના તીર્થનું આંતરૂં એકહજારકોટવર્ષ, એટલે દશઅબજ વર્ષ થયાં છે. ઓગણીશમા અને વશમા પ્રભુજીનું આંતરૂ ચેપનલાખ વર્ષ છે. તથા વશમા અને એકવીશમાં પ્રભુજીનું આંતરૂં છલાખ વર્ષ છે. એકવીશમા અને બાવીશમા પ્રભુજીનું પાંચ લાખ વર્ષનું આંતરું છે. બાવીશમાં ભગવાન પછી પણ લગભગ સાડી છાસી હજાર વર્ષ એટલે વખત થયેલ છે. તેથી એકંદરે દશ અબજ અને છાસઠ લાખ વર્ષ પહેલાની પ્રતિમા છે એમ સમજી શકાય છે.
પ્રશ્ન : આ સીવાય પણ પ્રાચીન પ્રતિમાજી હોય તે બતાવો.
ઉત્તર : ૧ હાલના કેશરીયાઆદીશ્વરભગવાનને, શ્રીપાલરાજા અને મયણ સુન્દરીએ પૂજ્યા હોવાથી લગભગ છલાખ વર્ષ પહેલાના હોવા જોઈએ.
પ્રશ્ન : શ્રીપાલ અને મયણાં ક્યારે થયા હશે.
ઉત્તરઃ તેમનું એકહજાર વર્ષનું આયુષ હોવાથી, નામિનાથસ્વામીના તીર્થના અંતમાં થયા સંભવે છે,
૨. તથા હાલમાં અંતરીક્ષ પાર્શ્વનાથ પ્રભુજીની પ્રસિદ્ધ અને ઐતિહાસિક પ્રતિમા વિદ્યમાન છે. તે સીરપુરમાં બિરાજમાન છે. તે પ્રતિમા રાવણના હાથે બનેલી હોવાથી, આઠલાખ અને સાડી છાસી હજારવર્ષ પહેલાની સમજાય છે.