________________
૫૯૧
જેનાગોમાં પણ જિન ચિત્ય અને પ્રતિમાઓનાં પ્રમાણે છે થઈ ગઈ હોવા છતાં, તેમાં વસનારાઓને નાશ થઈ ગયા છે. એમ નથી. પરંતુ ત્યાંની જનતા બીજા બીજા સ્થાનમાં જઈને, વસી ગઈ હોય છે. તેમ દ્વાદશાંગીના નાના મોટા વિષયો સેંકડે કે હજારોની સંખ્યામાં, આજે ગ્રન્થરૂપે ઓળખાય છે.
તેથી હાલ વર્તમાન નિયુકિતઓ, ભાગ, ચૂર્ણિ, ટિકાઓ, દીપિકાઓ, કર્મગ્રન્થ. સંગ્રહણુએ પ્રકરણો, શતકે, કુલકે, ચરિત્ર, કથાનકે પ્રમાણુનયના ગ્રન્થ, દાર્શનિક વિચારો, આ બધું ગીતાર્થ, જ્ઞાની, વૈરાગી, વિચારક, ભવભીર જૈનાચાર્યોએ. યાદ રાખેલું ગ્રન્થમાં ગુંચ્યું છે. બીજા ગીતાર્થોએ માન્ય રાખેલું છે. માટે તે બધું મૂલ આગમ જેટલું જ પ્રમાણિક મનાયું સમજવું.
હવે પંચાંગી અને ગ્રન્થમાં પ્રતિમા અને ચૈત્યનાં પ્રમાણ પણ થોડા જણાવાય છે. ૧. મહાનિશીથ સૂત્રમાં જિનમંદિર બંધાવનાર બારમા સ્વર્ગ સુધી જાય એમ કહ્યું છે. ૨. આવશ્યક સૂત્ર તથા ગશાસ્ત્રમાં શ્રેણિક રાજાએ જિનાલય કરાવ્યાનું વર્ણન છે. ૩. રાયપસણી સૂત્રમાં સુર્યાભદેવે જિનેશ્વરદેવને ધૂપ કર્યાનું વર્ણન કરેલું છે.
૪. તથા દશવૈકાલિકમાં સ્ત્રીના ચિત્રવાળા ઉપાશ્રયમાં મુનિરાજાએ વસવું નહીં. કામવિકારનું કારણ છે, તેમ વીતરાગદેવની મૂર્તિ વીતરાગપણને અભ્યાસ કરાવે છે.
૫. સમવસરણ પ્રકરણમાં, અને બીજા અનેક ગ્રન્થમાં જિનેશ્વર ભગવાન સમવસરમાં ચૌમુખ દેશના આપવાનું જણાવ્યું છે. ત્યાં સમજવાનું કે, પૂર્વ દિશા સિવાય, ત્રણ દિશામાં જિનેશ્વરદેવના પ્રતિબિંબ હોય છે. ચારે પ્રભુજી સમાન જણાય છે, વંદાય છે, પૂજાય છે.
૬. શ્રી ભગવતીસૂત્રમાં, વશમા શતકમાં, નવમા ઉદ્દેશામાં, જંઘાચારણ તથા વિદ્યાચારણના અધિકારમાં, રૂચકદ્વીપમાં, નન્દીશ્વદ્વીપમાં, તેઓએ ચૈત્યને વંદન કર્યાનું વર્ણન થયું છે. ત્યાંથી પાછા આવી અહીં પણ ચૈત્ય જુહારે છે.
૭. દ્વીપસાગર પન્નતીમાં, અને વીજયશહેર ક્ષેત્રસમાસમાં માનુષેત્તર પર્વત ઉપર, જિનભવને પ્રત્યેક દિશાએ એક એક છે, અને ચાર ઈસુકાર, પર્વત ઉપર, પણ એક એક છે.
૮, ભગવતીસૂત્રમાં, મેરૂ પર્વતના પંડકવનમાં, અને નંદનવનમાં, જિનપ્રતિમા હોય છે, અને વિદ્યાચારણ, જંઘાચારણ વંદન કરે છે.
૯. ઉપાસક દશાંગમાં, આનંદશ્રાવકના અધિકારમાં જિનવરની પ્રતિમા વિના અવરને વાંદું નહીં. આ પાઠ પ્રતિમા વંદનને સિદ્ધ કરે છે. -
૧૦. તથા ઉજવાઈ સૂત્રમાં અંબડતાપસે પણ પ્રતિજ્ઞા કરી છે કે, આજથી હવે પછી