________________
જિન પ્રતિમાઓ બનાવ્યાના અને પૂજાયાના અનેક શાસ્ત્રીય પૂરાવા વાંચે, ૧૯૩
૧૮. તથા સુયગડાંગસૂત્રમાં જિનપ્રતિમાને જોઈ આદ્રકુમાર પ્રતિબંધ પામ્યા હતા અને દીક્ષા લીધી-ત્યાંસુધી, જિનપ્રતિમાની પૂજા કરતા હતા.
૧૯. બૃહતક૯૫ભાષ્યમાં, સમવસરણના અધિકારમાં, પૂર્વદિશા સિવાય ત્રણ દિશાએમાં, દેને જિનેશ્વર દેના પ્રતિબિંબ સ્થાપે છે, અને પ્રભુ ચૌમુખ બેઠેલા જણાય છે.
૨૦. ભગવતીસૂત્રમાં તંગિયાનગરીના શ્રાવકોએ, જિનપ્રતિમા પૂજ્યાને અધિકાર છે. ર૧. પ્રશ્નવ્યાકરણસૂત્રમાં જિનપ્રતિમાની વેયાવચ્ચ કરવાનો અધિકાર છે.
૨૨. દશપ્રકારના વિનયમાં જિનપ્રતિમાને વિનય કરવાનું પણ વર્ણન છે. એટલે જિનાલય કે જિનપ્રતિમાને દૂરથી દેખીને નિમેજિણાણું કહેવું તથા અંજલિબદ્ધ પ્રણામ. અદ્ધવત પ્રણામ, અને પંચાંગ પ્રણામ કરવા. આ પ્રમાણે જિનચૈત્ય અને પ્રતિમાનો વિનય કરે.
૨૩. ઉત્તરાધ્યયન સૂત્રના દશમાઅધ્યયનની નિર્યુક્તિમાં ગૌતમસ્વામી અષ્ટાપદ તીર્થની યાત્રાએ ગયાનું વર્ણન છે.
૨૪. નંદીસૂત્રમાં, તથા ઉત્તરાધ્યયનના પહેલા અધ્યયનની ટકામાં, ચેડામહારાજા અને કેણિકના યુદ્ધવર્ણનમાં, મુનિસુવ્રતસ્વામીનું સ્થભ= દેરી = પગલાંનું વર્ણન છે. મહાપ્રભાવક છે.
૨૫. તથા આવશ્યક સૂત્રમાં ભરતચક્રવતીએ, જિનાલય કરાવ્યાને અધિકાર છે.
૨૬. તથા આવશ્યકસૂત્રમાં અને ગુણચંદ્રસૂરિકૃત મહાવીરસ્વામી ચરિયંમાં માલનાથસ્વામીના ચત્યની, જિણોદ્ધાર કરાવ્યાનું વર્ણન છે. આ બનાવ પ્રભુમહાવીર સ્વામીના છઘસ્થકાળમાં પુરિમતાલ નગરમાં બને છે.
ર૭. તથા આજ સ્થાન ઉપર (આવશ્યક સૂત્રમાં) બીજા પણ પ્રતિમા પોષક વર્ણન છે. ચેડામહારાજાની પુત્રી અને ઉદાયનરાજાની રાણીએ, જિનાલય કરાવ્યાનું વર્ણન છે તથા શ્રેણિક રાજા દરરોજ ૧૦૮ સુવર્ણના ખાવડે, જિનસન્મુખ સ્વસ્તિક બનાવતા હતા. तथा अरिहन्तचेइयाणं, वंदणवत्तियाए, पूअणवत्तियाए; सकारवत्तियाए, सम्माणवत्तियाए ઇત્યાદિ પાઠ બેલી સાધુને પણ કાઉસ્સગ્ન કરવાનું વર્ણન છે.
તથા સર્વલકના ચૈત્યો આરાધવાનું વર્ણન પણ આજ સૂત્રમાં વર્ણવાયું છે. તેમ જ સાધુ–અને શ્રાવક બધાને સર્વલકના ચૈત્યનું કાઉસગ્નમાં ચિન્તવન કરવું કહેલ છે.
- ૨૮. તથા ગીતાર્થ આચાર્યને, પિતાથી અધિક કે સમાન ગીતાર્થ આચાર્ય નમલે જિનેશ્વરદેવની પ્રતિમા પાસે આવેચન લેવાનું, વ્યવહારસૂત્રના પહેલા ઉદ્દેસામાં કહ્યું છે, ૭૫