________________
પ૭૯
તંભન પાર્શ્વનાથસ્વામીની પ્રતિમાને ઈતિહાસ શ્રીજિનેશ્વરદેવની પ્રતિમાની પ્રાચીનતા અને પ્રભાવક્તા બતાવનાર નિબંધ થો.
હમણાં શ્રીખંભાત શહેરમાં બિરાજેલા, અને ઠામઠામ ઇતિહાસમાં ગવાયેલા શ્રીસ્તંભન પાર્શ્વનાથસ્વામીની પ્રતિમા કયારે બનેલી છે? કયાં કયાં પૂજાણી છે? તે વાંચો.
સત્તરમા શ્રીકુન્થનાથ સ્વામીના તીર્થમાં, મહાભાગ્યશાળી મમ્મણ નામના શેઠ થયા હતા. તેમણે જ્ઞાની ગુરૂના મુખથી, જિનપ્રતિમા ભરાવવાથી સમક્તિ પ્રાપ્તિનું કારણ જાણું, સુગ પામી, પાર્શ્વનાથસ્વામીની પ્રતિમા ભરાવી, સુગુરૂપાસે અંજનશલાકા કરાવી. ભવ્યમંદિર કરાવીને, પ્રતિષ્ઠા કરાવી. સ્વપરને આરાધનાનું કારણ બનાવ્યું હતું.
શેઠ શ્રીમમ્મણશાહે, વર્ષોસુધી, પ્રભુજીની પૂજા-સ્તવના–ભાવના વડે સમ્યકત્વને નિર્મલ બનાવ્યું. આરાધનાપૂર્વક મરીને, વિમાનિક દેવ થયા. શાસ્ત્રોમાં કહ્યું છે કે –
सम्मदिट्ठी जीवो, विमाणवज्जं न बंधए आउं । जइ नवि सम्मत्तजढो, अहव न बद्धाउओ पुचि ॥ १ ॥
અર્થ : સમ્યક્ત્વ પામેલે આત્મા, તેણે જે પહેલાં આયુષને બંધ કર્યો ન હોય, અથવા સમ્યક્ત્વભ્રષ્ટ થાય નહિ તે, અવશ્ય મરીને સ્વર્ગમાં જ જાય છે. અર્થાત્ વૈમાનિક દેવ જ થાય છે.
પ્રશ્ન : આચરણ સારાં ન હોય તે પણ, સમ્યક્ત્વધારી જીવ, વૈમાનિક જ થાય એમ કેમ?
ઉત્તર : નિયાણું કરીને જન્મેલા, અગર જોરદાર ભેગાવળકર્મના ઉદયવાળા, અથવા બીજા ત્રીજા કષાયને જોરદાર ઉદય હોય તે જ, સમકિતિજીવમાં. વિરતિ આવે નહિ. અન્યથા જિનવચન ગમે, તેને વિરતિ અવશ્ય ગમે જ. સમકિતીજીવમાં. પહેલાં ત્રણ ગુણઠાણું હોય જ નહિ. માટે નારકી અને તિર્યંચગતિપ્રાગ્ય અશુભકર્મો બંધાય જ નહિ. અને મનુષ્ય હેવાથી મરીને, વૈમાનિક દેવ જ થાય. સમકિતીજીવના અધ્યવસાય કાળા હોય જ નહિ.
ત્યારપછી કેઈકવાર પહેલા દેવકના ઈન્દ્રનું ધ્યાન જવાથી, મમ્મણશેઠના જિનાલય તરફ ઉપગ ગયે. પાશ્વનાથસ્વામીની પ્રતિમા જોઈ પોતાના સ્થાને બેઠા નમસ્કાર કર્યા. અને ઈચ્છા થવાથી જિનાલયમાં ગયા. પ્રભાવવતી પ્રતિમાને જોઈ પિતાના સ્થાથમાં લઈ ગયા, સૌધર્મેન્દ્ર કરોડો વર્ષો સુધી. આ પ્રતિમાને પિતાના વિમાનમાં રાખી પૂજા કરી.
હવે જ્યારે તેમને ચ્યવનકાળ નજીકમાં આવ્યું ત્યારે, સૌધર્મઇન્દ્ર પાસેથી, ભક્તિ ભાવે યાચના કરી, પાતાળવાસી ધરણેન્દ્ર, આ પ્રતિમાને પિતાના સ્થાનમાં લાવ્યા.