Book Title: Jineshwar Devni Aagna Yane Sachi Mansai
Author(s): Charanvijay
Publisher: Chimanlal Nathalal Gandhi

View full book text
Previous | Next

Page 617
________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ , ક્ષેત્રમાં, અપરકંકાનગરીના ઉદ્યાનમાં પહોંચ્યા. લડાઈ થઈ. પોત્તર હાર્યો. નાશીને દ્રૌપદીના પગમાં પડ્યો. શરણું માગ્યું. દ્રૌપદીએ, પોત્તરને અભય આપી, છોડી મુકો. કૃષ્ણમહારાજાએ, જિતને શંખ વગાડી, દ્રૌપદીને સાથે લઈ, પાંડે સહિત સમુદ્રમાં પ્રસ્થાન ' . ' આ વખતે ધાતકીખંડના ભરતક્ષેત્રમાં, બાવીશમાં જિનેશ્વરના સમવસરણમાં વ્યાખ્યાને સાંભળવા આવેલા, કપિલ વાસુદેવે, પિતાના જે શંખ દેવની સાંભળે. પ્રભુજીને પૂછવાથી, કૃષ્ણનું આગમન જાણી, ઘણુ વેગથી સમુદ્ર કિનારે પહોંચ્યા. પરંતુ પાંડે અને કૃષ્ણ ઘણું દૂર નીકળી ગયા હતા. તો પણ તેમણે શંખનાદથી ઘણું સન્માન કર્યું કૃષ્ણમહારાજે પણ શંખદ્વારા સન્માન સ્વીકારી તેમને આભાર વ્યક્ત કર્યો. " પરસ્પરને વાર્તાલાપ સંપૂર્ણ થયો. અને તરત જ કૃષ્ણમહારાજ અને દ્રૌપદી સહિત પાંડવોના રથ, સુસ્થિતદેવની સહાયથી મળેલા માર્ગે, સમુદ્રમાં ઘણું વેગથી દેડવા લાગ્યા. કૃષ્ણમહારાજનું પુણ્ય અને દૈવી સહાયથી, થોડા વખતમાં બેલાખ જનને સમુદ્ર ઉલંઘીને, ભરતક્ષેત્ર બાજુના સમુદ્રના કિનારે, છએ રથે પાથાથ સ્વામીના મંદિરથીભૂષિત મોટા ઉદ્યાનમાં આવી પહોંચ્યા. સુસ્થિતદેવે તેમને બધી સગવડ કરી આપી. {" * * વિશ્રાતિની મુખ્યતા, સ્થાનની મનોરમ્યતા, અને પ્રભુભકિતનો લાભ વિચારીને કૃષ્ણમહારાજ અને પાંડવો થડા દિવસ ત્યાં રોકાયા. કાર્યની સફળતાની ઉજવણી તરીકે જિનાલયમાં મોટો મહોત્સવ કયો. સુસ્થિતદેવને પણ, કૃષ્ણ વાસુદેવ અને પાંડવો પ્રત્યે સાધમીબંધુ તરીકે ઘણું બહુમાન થયું. એકવાર કૃષ્ણ મહારાજને વિચાર થયો. રાજધાનીમાં જવાની ઉતાવળ હોવા છતાં, પ્રભુજીની પ્રતિમાને વિરહ અસહ્ય લાગે છે. યદિ દેવપતે ઉદારતા કરીને મારી પ્રાર્થના સ્વીકારે છે, પ્રભુપ્રતિમાને સાથે લઈ જઈએ. મહાપુરૂષ કૃષ્ણ વાસુદેવના વિચારે ચાલતા હતા તેટલામાં, તુરતજ દેવને મેળાપ થયે. અને વિચારે જણાવ્યા. મોટા પુરૂષની પ્રાર્થના કે ઈછા, કયારે પણ નિષ્ફળ જતી નથી. પામરેની ઇચ્છાઓ કે પ્રાર્થનાઓ પ્રાયઃ ફળતી નથી. કૃષ્ણમહા રાજની પ્રતિમા માટેની માગણી, અનિચ્છાએ પણ સુસ્થિતદેવે માન્ય રાખી. ઉત્તમ વિચારો આવવા, મોટું પુણ્ય ગણાય, શિધ્ર બને ફલવાન તે, જરૂર મહોદય થાય, ૧ જિનમંદિર જિનબિંબને, દેખી ચિત્ત હરખાય, આદરને બહુમાનથી, સમક્તિ નિર્મલ થાય, ૨ સમક્તિધારી જીવને, જિનપ્રતિમા જિનધામ, દેખી હર્ષ વધે ઘણે, વિકસે રોમ તમામ, ૩

Loading...

Page Navigation
1 ... 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670