________________
૫૭૧
હાલમાં ગિરનાર તીર્થમાં બિરાજેલા મૂલ પ્રતિમાજીનો ઇતિહાસ પાસે દૈવી ઉપદ્રવ થયે. પરંતુ મહાપુરૂષ રત્નાશાહના સાત્વિક ભાવથી શમી ગયે, અને અનુક્રમે ગિરનારતીર્થે પહોંચી ગયા. સંઘસહિત નેમનાથ સ્વામીની યાત્રા થઈ રત્નસારના આનંદને પાર રહ્યો નહીં.
એકવાર સામુદાયિક સ્નાત્ર થતું હતું. તે વખતે હજારે સંઘાળુઓના અભિષેકથી, ઘણી પ્રાચીન અને રેત-માટી ને રસની બનેલી, નેમનાથસ્વામીની પ્રતિમા ઓગળીને વેરાઈ ગઈ. જેમ રેત–લેટ-ચૂર્ણ વિખરાઈને પાણીમાં મળી જાય તેમ મૂર્તિની, અવયવ સામગ્રી નાશ પામી. આખા સંઘમાં હાહાકાર થયે. રત્નાશાહે અભિગ્રહ લીધે, પદ્માસન લગાવી બેસી ગયા.
એવીહાર અડ્રમ થયો. અંબાદેવી આવી કહેવા લાગ્યાં. શેઠજી કેમ બેઠા છે? તમારાથી જ તીર્થને નાશ થવાને હતો અને થયો છે. શેઠને ઉત્તર તીર્થના સ્થાપનાર. ઉદ્ધાર કરાવનાર, અને સાચવનાર સ્વર્ગ અને મેક્ષમાં જાય છે. તો શું હું તીર્યને નાશ કરીને કુગતિમાં જવા માટે આવે છે ? એ કેમ બને? પ્રતિમા આપે. અને તીર્થના નાશના પાપથી બચાવે.
- અંબાદેવી ચાલી ગઈ નવમા દિવસે આવી. સંઘવીને કહે છે. કેમ બેઠે છે ચાલ્યો જા પ્રતિમા નહીં મળે. બીક બતાવી ચાલ્યાં ગયાં. વળી કેટલાક સંઘના કંટાળેલા માણસે પણ જવા લાગ્યા. પરંતુ સંઘવી રત્નાસાહ, ચારે આહારના ત્યાગથી ડગ્યા નહીં. એકવીશ ચોવીહાર ઉપવાસ થયા. યાવત સાઈઠ ઉપવાસ થયા. દેવી વારંવાર આવ્યાં. સંઘવીની સંપૂર્ણ કસોટી થઈ
આ સાઈઠ ઉપવાસે અંબાદેવી આવ્યાં. રત્નાશાહની શ્રદ્ધા અને ટેકની ઘણી અનુમોદના કરી, અંધારી રાતમાં, કાંચનબલાહક ગુફામાં લેઈ ગયાં. ત્યાં મહાગ્રંભાવક બહાંત્તરપ્રતિમા બતાવી. તેમાંથી નરવાહનરાજાવાળી પ્રતિમા પ્રસંદ કરી. દેવીસહાયથી, રત્નાશાહ ઉપાડીને લાવતાં, સંઘવીની ભુલ થવાથી, પબાસણે પહોંચી નહીં. પરંતુ બારણામાં સ્થિર થઈ ગઈ. ત્યાર પછી પણ દેરાસરના ઉદ્ધાર થયા છે. પરંતુ સ્થાન બદલાયું નથી. અનુક્રમે કલિયુગને પ્રારંભ થવાથી, આશાતનાના ભયથી, પ્રતિમાનું તેજ અંબાદેવીએ ખેંચી લીધું. આ વસ્તુને વધારે જાણવા ઈચ્છનારે પુરાતન પ્રબંધ સંગ્રહ પ્રબંધ ૪૭ મો તથા રાજશેખરસૂરિકૃત પ્રબંધ બાવીશમ તથા શત્રુંજય મહામ્ય ગિરિનાર વર્ણન જેવાં, ઇતિ
તથા હાલ શંખેશ્વરમાં બીરાજમાન શ્રીશંખેશ્વરાપાર્શ્વનાથસ્વામીની પ્રતિમા પણ ઘણી પ્રાચીન છે. તેને ઈતિહાસ પણ જાણવા ગ્ય હોવાથી લખું છું. પ્રતિમાની પ્રાચીનતા બતાવનાર નિબંધ-બીજે
| ગઈચવીસીના નવમા શ્રીદામોદર નામના જિનેશ્વરભગવાનની પર્ષદામાં આવેલા આષાઢી નામના શ્રાવકે શ્રીજિનેશ્વરદેવને