________________
૫૭૫
શંખેશ્વર તીર્થને કેટલાક ઈતિહાસ દિશામાં દટાયેલા અવશેષેથી સમજાય છે. ત્યારપછી, અકબર સમ્રાટ પ્રતિબોધક વિજયહીરસૂરિ મહારાજના પટ્ટધર, વિજયસેનસૂરિ મહારાજના ઉપદેશથી, ગામના મધ્યભાગમાં, બાવન-જિનાલય તદ્દન નવીન ચત્ય બંધાયું હતું. આ જિનાલય પશ્ચિમાભિમુખ હતું. આ જિનાલય એંસી વર્ષ સુધી સચવાયું, પૂજાયું હતું. અને ઘણું યાત્રાળુઓ આવતા હતા.
પરંતુ ઔરંગઝેબ ગાદી ઉપર આવ્યા પછી, તેના હુકમથી, મેગલાઈ સૈનિકે એ દેરાસરને નાશ કર્યો હતો. આ વખતે પણ અવસરના જાણ શ્રાવકે એ, મૂલનાયક પ્રભુજી અને કેટલીક બીજી મૂર્તિઓ, ઉત્થાપન કરીને, પહેલેથી જ જમીનમાં પધરાવી દેવાથી, બચી ગઈ હતી. બાકી રહેલી પ્રતિમાઓ અને મંદિર તથા દેવકુલિકાઓને નાશ થઈ ગયા હતા.
આજે આ ખંડિયેરે, વર્તમાન જિનાલયના દરવાજામાં પેસતાં, ડાબી બાજુ શેત્ર નજીકમાં, ભગ્નાવશેષ હાલતમાં, વિદ્યમાન છે. જેની ભીતમાં ક્યાંક ક્યાંક, પ્રતિમાજી કે દેવકુલિકા બનાવનારનાં, સુંદર નામો, આજે પણ વાચકના ચિત્તને ડામાડોળ કરાવી મૂકે છે, ઉદ્વિગ્ન બનાવે છે. આ જિનાલય માનજી ગાંધારિઆએ નવલાખ દ્રવ્યને સદ્વ્યય કરીને, બંધાવ્યું હતું.
ત.
ત્યારપછી, મુશલમાનેને ભય ચાલુ રહ્યો ત્યાં સુધી, શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા, જમીનમાં, અથવા ભેંયરામાં, સુરક્ષિત રહેવાથી, કેટલાંક વર્ષો સુધી શ્રીસંઘને, યાત્રાને લાભ ખોરંભાયો હતો. ત્યાર પછી ૧૭૬૦ માં નવીનપ્રાસાદ થ હતો અને બાવન દેવકુલિકાઓ પણ થઈ હતી. જે હમણું વિદ્યમાન છે. પરંતુ ૧૭૬૦ પછી બને સાઈઠ વર્ષના ગાળામાં ઘણું ઉદ્ધારે અને, સુધારાવધારા થયા છે.
શંખેશ્વરમાં હાલ વિદ્યમાન પ્રતિમાઓના કેટલાક શીલાલેખે મળ્યા છે. વિ. સં. ૧૨૧૪ મહાસુદી ૧૩, ૧૨૩૮ મહાસુદી ત્રીજ ૧૩૨૬, ૧૩૨૬, ૧૪૨૮, ૧૬૬૬, પિષવદી ૮ રવિવાર, ૧૮૬૮ વિગેરે વિગેરે.
આ બાબત વિશેષ જાણવા ઇચ્છનારે જૈનતીર્થોને ઈતિહાસ તથા શંખેશ્વરતીર્થને ઈતિહાસ વાંચવા ગ્ય છે. જેથી બીજી પણ ઘણું વાતે જાણી શકાશે.
પ્રતિમાની પ્રાચીનતા નિબંધ ત્રીજે.
શ્રી અજાહરા પાર્શ્વનાથ તીર્થ હાલમાં, દીવ-ઉનાની પાસે વિધમાન છે. તે પ્રભુ પ્રતિમાની પ્રાચીનતા બતાવાય છે.
ના વર્તમાન વીસીના ૨૦ મા જિનેશ્વરદેવ મુનિસુવ્રતસ્વામીના નિર્વાણથી, આસરે ત્રણ લાખ વર્ષ ગયા પછી, આઠમા બલદેવ-વાસુદેવ, રામ-લક્ષમણ–બાંધવ બેલડી થયા