________________
૫૫૯
જેનાગમાં અલ્પતા આવવાનાં કારણે
જ્ઞાનિએ ફરમાવે છે કે
“ દશ અચ્છેરે દૂષિત ભરતે, બહુમત ભેદ કરાલજી જિન કેવલ પુરવધર વિરહે, ફણીસમ પંચમ કાલછા ૧ છે તેહનું ઝેર નિવારણ મણિસમ, તુજ આગમ તુજ બિંબજી નિશિદીપક પ્રવહણજિમદરીયે, મધર સુરતઃ લુંબજી” ૨ છે
આ ભયંકર પાંચમે આરે છે ફકત સાડી પચ્ચીશ આર્યના દેશ હતા. તેમાં પણ ઘણું દેશો અનાર્ય જેવા થઈ ગયા છે. ઘણું ખવાઈ ગયા છે. જેનાગ ચારાશી હતાં તે પીસ્તાલીશ જ રહ્યાં છે.
પ્રશ્ન: ચૌરાશી આગ કયારે હતાં અને ૩૯ આગમે વિચ્છેદ કયારે થયાં?
ઉત્તર : ભદ્રબાહસ્વામી શ્રુતકેવલીભગવાન પાસે વાચના થઈ હતી. ત્યારે ચૌદપૂર્વ અને સંપૂર્ણ દ્વાદશાંગી વિદ્યમાન હતી. સ્થૂલભદ્રસ્વામીથી છેલા ચારપૂર્વેના અર્થગયા. મૂલ હતાં. અને આર્યમહાગિરિ સ્વામી તથા આત્રિર્યાસુહસ્તિસ્વામીથી દશપૂર્વજ મૂલ અને અર્થ રહ્યા. તેરમા પટધર અને અઢારમા યુગપ્રધાન વાસ્વામી સુધી. સાથે દશપૂર્વ રહ્યાં હતાં.
ઓગણીશમાં આર્ય રક્ષિતસૂરિ યુગપ્રધાનથી, દશપૂર્વ મૂલ અને અર્થમાં ઘટાડો થો સરૂ થયે. તે યાવત્ અઠાવીશમા યુગપ્રધાન સત્યમિત્રના વખતમાં પહેલું પૂર્વ સાથે અને બીજુ પૂર્વ મૂલમાત્ર રહ્યું હતું. તેમના સમકાલીન દેવદ્ધિગણિક્ષમાશ્રણના અધ્યક્ષપદે વીર નિર્વાણ સંવત ૯૯૩ વર્ષે વલ્લભિપુરમાં વાચના થઈ હતી. ત્યારે ૮૪ આગમે વિદ્યમાન હતાં.
ત્યારપછી દુષ્કાળ પડવાથી કેટલાક જ્ઞાનિમુનિરાજે સ્વર્ગમાં સિદ્ધાવ્યા અને રહેલાઓમાં દુષ્કાળ આદિના કારણે, મતિમાંદ્યના કારણે, તથા શંકરાચાર્યો અને બૌધભિક્ષુક સાથેના ઘર્ષણમાં. પુસ્તકારુઢ થયેલું આગમપણ સચવાયું નહી.
પ્રશ્ન : કાળબળથી ઉત્તરોત્તર આયુષ અને બુદ્ધિની અલ્પતા થઈ, એ બરાબર છે. અને તેથી શાસ્ત્રોના મુખપાઠ યાદ ન રહે, તે બનવા ગ્ય છે પરંતુ અલ્પાયુ અને અ૫ક્ષપશમ ધ્યાનમાં રાખીને, ભવિષ્યમાં આગમને ટકાવી રાખવા માટે જ પુસ્તકાઢ થયેલું. જેનાગમ પાછલથી નાશ પામ્યું તેનું શું કારણ?
ઉત્તર : દેવર્કિંગણિક્ષમાશ્રમણના અધ્યક્ષસ્થાને શાસ્ત્રોની વાચના થઈ. અને આગ પુસ્તકારુઢ થયાં. પરંતુ પાછલથી રાજ્યના પાટા સરૂ થયા. તેથી ધર્મભ્રષ્ટતાને પવન જોરદાર મુકાયો. પ્રારંભમાં બૌધ્ધદ્વારા અને પાછલથી શંકરાચાર્યોના ઉપદેશ અને પ્રયાસેથી, જેનરાજાઓ. બૌધ્ધ અને શૈવધર્મ પાલનારા થવા લાગ્યા. તેથી જૈન