________________
૫૬૪
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચો માણસાઈ પડવા છતાં, દક્ષિણ ભારતના મધ્ય ખંડની લંબાઈ, ઉત્સધાંગુલથી લાખાજનથી પણ વધારે થાય છે.
કારણ કે પૂર્વ-પશ્ચિમથી વચ્ચેવચ, અને ઉત્તર દક્ષિણથી પણ સંપૂર્ણ મધ્યમાં, અયોધ્યાનગરી, ઉત્તર-દક્ષિણ નવ-જન અને પૂર્વ-પશ્ચિમ બાર જ ન હતી. તેની જોડાજોડ. પૂર્વ દિશામાં, અષ્ટાપદપર્વત આવેલ છે. અષ્ટાપદ અને શત્રુ જય વચ્ચે ૧ લાખ ૮૫ હજાર ગાઉનું આંતરું છે. અયોધ્યા અને અષ્ટાપદ બને, મધ્યખંડની મધ્યમાં હોવાથી, ચાર લાખ ગાઉ જેટલો, મધ્યખંડન વિસ્તાર સમજી શકાય તેવું છે.
પ્રશ્નઃ અષ્ટાપદને કેટલાક હિમાલય કરાવે છે, કેટલાક કૈલાસ પર્વતને કહે છે, તે બરાબર છે?
ઉત્તર : બરાબર નથી ભરત રાજાની અધ્યા અને અષ્ટાપદગિરિ, જુનાગઢ અને ગિરનારની માફક, લગોલગ હતાં, અને ધ્યાનગરી, ભરતક્ષેત્રના દક્ષિણ-ભરતના, મધ્યખંડના પણ બરાબર મધ્યમાં જ હેવાથી, બે બાજુ ઉત્સધ આંગુલના માપે ૫૦ હજાર જન થી કંઈક અધિક મધ્યખંડ રહે છે તે યુક્તિથી સમજાય તેવું છે.
પ્રશ્નઃ અયોધ્યાનગરી, અત્યારે સાવ નજીકમાં છે, હાલના સમેતશિખરના યાત્રિક, અયોધ્યાની યાત્રા કરે છે. પાંચ તીર્થકરદેવોના કલ્યાણકો પણ ત્યાં જ કહેવાય છે. તે પછી, અષ્ટાપદતીર્થ પણ ત્યાં જ હોવું જોઈએ ને? અથવા ઉપર કહ્યું છે તેમ, અષ્ટાપદ અને અયોધ્યાનગરી જે પાસે જ હતાં તે. અષ્ટાપદનું શું થયું? વળી ઉપરમાં શત્રુંજય અને અષ્ટાપદનું અંતર બતાવ્યું છે. તે તો આ વર્તમાન અયોધ્યાનગરી સાથે મેળ બેસતે જ નથી તેનું કેમ?
ઉત્તર : પહેલા જિનેશ્વર ઋષભદેવસ્વામી અને ભરત ચક્રવતી, ત્રીજા આરામાં થયા છે. અષભદેવસ્વામી મેક્ષ પધાર્યા પછી, ૮૯ પખવાડિયાં ગયા પછી, એથે આ બેઠે છે.
ચોથા આરાનાં પચ્ચાસલાખ કેટી સાગરોપમ કાળ ગયા પછી, એટલે અર્ધા થે આરે ગયા પછી, બીજા અજિતનાથ સ્વામી, તથા બીજા સાગર ચકવતી થયા હતા. તેજ સગરચક્રવતીના પુત્રો, અષ્ટાપદની યાત્રા કરવા ગયેલા. ત્યાં પર્વત અને તીર્થની, મનેહરતા અને પ્રભાવકતા જોઈને, ભવિષ્યકાલે અનાર્યો દ્વારા, નાશથી તીર્થને બચાવવા, ગંગા નદીમાં નહેર બનાવી, તીર્થની બધી બાજુએ ખાઈ કરાવી, પાણીને વાળી દીધું. જેથી એક મેટ દરીઓ બની ગયો છે. આ વર્ણનથી વૃષભદેવસ્વામીની અને અજિતનાથ સ્વામીની અધ્યા જુદી સમજાય છે.
વળી આટલો મોટો કાળ ગયા. યુગેના યુગો પલટાઈ ગયા. અસંખ્યાતા રાજાઓ થઈ ગયા. તેથી વખતે અયોધ્યા નગરીને પણ સ્થાન બદલ થયે હોય તે સમજી શકાય તેવું છે. અને સગરરાજાના પુત્રને યાત્રા પ્રવાસ તથા રક્ષણ માટેની ખાઈની યોજના પણ કહી જાય છે કે અયોધ્યાએ સ્થાન બદલે કર્યો હશે.