________________
જિનપ્રતિમાઓ પણ જેનધર્મની પેઠે સર્વકાળમાં હતી અને રહેવાની છે. ૫૬૫
અજિતનાથ સ્વામી પછી, ચાલીશ લાખ કેટી સાગરોપમ ગયા પછી, અભિનંદન સ્વામી થયા હતા, અને ત્યારપછી નવલાખકેટી સાગરેપમ ગયા પછી, સુમતિનાથ સ્વામી થયા હતા. આ બે ચોથા, પાંચમા, પ્રભુજીને કાળ પૂરો થતાં, ચોથા આરાને ફક્ત સોમે ભાગ જ બાકી રહે છે. આટલા કાળમાં પણ, યુગેનાયુગે પલટાયા છે. અસંખ્યાતા રાજાઓ થયા છે. અને આ ચેથા આરાના ફકત સાતજ સાગરેપમ કાળ બાકી રહ્યો ત્યારે, ચૌદમા શ્રીઅનંતનાથ સ્વામી જિનેશ્વરદેવ પણ, અધ્યામાંજ થયા છે.
આટલા મોટા કાળના અંતરો પડવાથી, નગરીઓના પણ ફેરફારો થયા હોય. નવા નવા નામની હજાર નગરીઓ થઈ ગઈ હોય. નાશ પામી હોય. તેમ અયોધ્યાનગરીનું નામ કાયમ રહેવા છતાં, સ્થાનબદલા હજારેવાર થયા હશે. તેથી હાલમાં વિદ્યમાન અયોધ્યાનગરી દશરથરાજા અને રામલક્ષમણ આજુબાજુના વખતની માનવી ઠીક લાગે છે.
આ બધી દલીલોથી જેનગ્રંથની સંખ્યા અને પ્રમાણમાં પણ ઘણી મોટી ઓટ આવી છે. તેનાં કારણ પણ સમજી શકાય તેવાં છે. દેખાય છે. જેમ જૈનમંદિરો અને જૈન પ્રતિમાઓના નાશ થયા તેમાં ધર્મ દ્વેષ અથવા પરધર્મ અસહિષ્ણુતાએ પાઠ ભજવ્યો છે. તે કારણેથી જેનામેની સંખ્યા, અને પ્રમાણની અલ્પતા માટે સમજી શકાય છે.
પ્રશ્ન : જૈન મંદિરો અને જૈન પ્રતિમાઓ તે મહાવીર પ્રભુ પછી હમણાં જ થવા લાગી ને?
ઉત્તર : જેમ જૈનધર્મ અનાદિ અનંત છે, હા, છે, અને રહેવાને છે. તે જ પ્રમાણે જિનેશ્વર દેવની પ્રતિમાજી અને મંદિરે પણ સર્વકાળમાં હતાં. નાશ પામ્યાં. નવાં થયાં. કઈ કઈ હજારો લાખો વર્ષ પણ રહ્યાં છે. જે હવે પછીના વર્ણનમાં જાણી શકાશે. ઉપરાંત ત્રણે લોકમાં શાશ્વતચૈત્ય અને પ્રતિમાઓ રહેલાં છે, તેને નાશ થતો નથી અને થવાને પણ નથી.
પ્રશ્ન : શાશ્વતચૈત્ય એટલે શું? તે ક્યાં છે? તેની સંખ્યા વગેરે જણાવી શકાય તે જણાવો?
ઉત્તર ઃ શાશ્વત ચેત્યો અને પ્રતિમાઓ ચારનિકાયના દેવવિમાન અને ભુવનમાં હોય છે. તથા તિચ્છલોકમાં પણ હોય છે. તે મેરૂ પર્વત અને ચંદ્ર-સૂર્યના વિમાનોની માફક, જેનરો અને પ્રતિમાઓ પણ નિત્ય છે. શાશ્વત છે.
ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી, અને વૈમાનિક, દેના વિમાને અને નગરોમાં પ્રત્યેક એક એક વિમાન કે નગરમાં, એક એક ચિત્ય હોય છે. અને પ્રત્યેક વિમાન કે નગરમાં પાંચ પાંચ સભા હોય છે. ચિત્યના ગર્ભાગારમાં, એકસેઆઠ પ્રતિમા હોય છે. તથા રંગમંડપમાં ત્રણ ચૌમુખજી હોવાથી, બાર પ્રતિમા હોવાથી, પ્રત્યેક ચિત્યની એકવીશ પ્રતિમા થાય છે તથા પાંચ સભાઓમાં ત્રણ ત્રણ ચૌમુખજી બાર પ્રતિમા હોવાથી,